તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાપસરોડ પર શુક્રવારે વહેલી પરોઢે બનેલી એક ઘટનામાં એક નાગરિકે ઘર પાસે પાર્ક કરેલી ઓટોરિક્ષા ચોરવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડી પોલીસ કન્ટ્રોલને ફોન કરી આરોપી કારંજ પોલીસને સોંપવા છતાં આશ્ચર્યજનક રીતે પોલીસે તેને જવા દીધો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થવા છતાં પોલીસને ગંભીરતા સમજાઈ નહીં.

સલાપસ રોડ પર રહેતો હારીશ શેખ ઘરની બહાર રિક્ષા પાર્ક કરે છે. ગત શુક્રવારે રાત્રે 2.50 વાગ્યાના સુમારે હારીશ અચાનક રિક્ષાની કિકનો અવાજ સાંભળી ઊઠી ગયો. તેણે ઘરનો દરવાજો ખોલી જોતાં ખબર પડી કે કોઈ અજાણી વ્યક્તિ રિક્ષા ચાલુ કરવાનો પ્રયાસ કરતી હતી.

હારિશે હિંમત એકઠી કરી પેલા શખશને પકડી લીધો. મદદ માટે બૂમો પાડતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. હારિશે જણાવ્યું હતું કે ત્યારબાદ તેણે ફોનથી પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં થોડીવારમાં કારંજ પેાલીસ સ્ટેશનની પીસીઆર વાન આવી પહોંચી હતી, અને તેઓની સાથે હારિશ તથા તેના પિતા કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પેાલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી શાહપુરનો આમીર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરજ પરના પોલીસે હારિશનો મોબાઈલ નંબર લીધો હતો, અને તેમને પછી બોલાવાશે તેમ કહ્યું.

ઘટનામાં ચોર આવે છે, પછી અમુક ટૂ વ્હીલરના લોક ચેક કરે છે, પછી ચૂપકીદીથી એક રિક્ષાને ટાર્ગેટ કરે છે.

ઘટના અંગે દિવ્ય ભાસ્કરે કારંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. પાંડોરનો સંપર્ક કરતા તેમણે આવી કોઈ ઘટના બની નહીં હેાવાનું જણાવ્યું હતું, તેમને અમે એમ જણાવ્યું કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને રિક્ષામાલિકે પોતે જાતે ચોરને પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે, તો આર.જે. પાંડોરે જણાવ્યું હતું કે હું બે દિવસથી રજા પર હતો, અને અંગેની કોઈ નોંધ પોલીસ સ્ટેશનમાં નથી.

ત્યારબાદ તે ત્યાં થોડેક આગળ પાર્ક કરેલી રિક્ષામાં બેસી કિક મારે છે.

ચોર ત્યાં પાર્ક કરેલા વાહનો ખુલ્લા છે કે નહીં તે ચેક કરે છે.

પોલીસ સ્ટેશનમાં આરોપી ભાગ્યાની ચર્ચા

વાહન ચોરીની ઘટના છાશવારે બને છે

સલાપસરોડ પરથી પાર્ક કરેલા વાહનોની ચોરી કરવાની અનેક ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે. તાજેતરમાં ઝુબેર સુખીની બાઈક રાતના સમયે ચોરી થઈ હતી. ઝુબેરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ત્રણ મહિના પહેલાં પ્રકારે રાતના સમયે કોઈ તેનું બાઈક ચોરી ગયું હતું , ઉપરાંત પણ રોડ પર વાહનોમાંથી કિમતી ચીજવસ્તુઓ ચોરી થવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી બની રહી છે.

સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઘટનાના કલાક પછી કારંજ પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી નાસી છૂટ્યાની બૂમાબૂમ પોલીસ સ્ટેશનમાંથી સંભળાઈ હતી, અને થોડીવાર પછી આરોપીને નજીકના વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો જો કે ખરેખર પોલીસે આરોપીને ઝડપી લીધો કે પછી તે ભાગી ગયો તેથી તેની કોઈ નોંધ ચોપડે નથી.

માલિકે રિક્ષા ચોરને ઝડપી પોલીસને સોંપ્યો, પોલીસે જવા દીધો

અન્ય સમાચારો પણ છે...