તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દારૂબંધીના નવા કાયદા બાદ મેજિસ્ટ્રેટે કેસનો સેશન્સમાં કમિટ કરતા વિવાદ

દારૂબંધીના નવા કાયદા બાદ મેજિસ્ટ્રેટે કેસનો સેશન્સમાં કમિટ કરતા વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | દારૂબંધીનેલગતા કાયદામાં સુધારા અને સજાની જોગવાઇઓ વધતા હવે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આવા તમામ કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવતા મામલો ચર્ચામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં બરવાળાની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા પ્રોહિબિશનને લગતો એક કેસ સેશન્સ કમિટ કર્યો હતો. જેથી કેસ સેશન્સ કોર્ટમાં ચાલી શકાય. જોકે બાબતે ગ્રામ્ય અદાલતના પ્રિન્સિપાલ સેશન્સ જજ ડો. એ.સી. જોષીએ નીચલી અદાલતોનું માર્ગદર્શન કરતા સ્પષ્ટતા કરી છે કે, પ્રોહિબિશનના નવા કાયદા પ્રમાણે તેમને પ્રકારના કેસોની સુનાવણી કરતા અટકાવવામાં આવ્યા નથી. જો પ્રકારે દારૂબંધીના કેસો પણ સેશન્સ કોર્ટમાં કમિટ થાય તો અન્ય ગંભીર પ્રકારના કેસોની સુનાવણી પર પણ અસર થાય તેમ છે. તે સંજોગોમાં આવા કેસોને સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...