તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રોફિટ બુકિંગ પ્રેશરથી સેન્સેક્સ 58 પોઇન્ટ ઘટ્યો

પ્રોફિટ બુકિંગ પ્રેશરથી સેન્સેક્સ 58 પોઇન્ટ ઘટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશ્વિક શેરબજારોમાં પણ બ્રેક્ઝિટ પછીની બ્રિટનની પહેલી ચૂંટણીના પરીણામો પૂર્વે સાવચેતીની ચાલ રહી હતી. અને ટૂંક સમયમાં ઇસીબીની પોલિસી મિટિંગ તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પરીણામો અંગેની પોલિટિકલ ક્રાઇસીસ વધુ ઘેરી બને તેવા એંધાણ પાછળ સ્થાનિક શેરબજારોમાં પ્રોફીટ બુકિંગનો વેગ વધ્યો હતો.

માર્કેટબ્રેડ્થનેગેટિવ બની: બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2856 પૈકી 1304 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1383 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક બની છે. જ્યારે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની સાવ ટોકન રૂ. 90.78 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 738.78 કરોડની નેટ ખરીદી રહી હતી.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની 30 પૈકી 12 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ડો. રેડ્ડી 3.79 ટકા, સન ફાર્મા 3.38 ટકા, એચડીએફસી 2.28 ટકા, સીપલા 1.77 ટકા, તાતા સ્ટીલ 1.61 ટકા અને લ્યુપિન 1.27 ટકા સુધર્યા હતા. જ્યારે 18 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ટીસીએસ 3.59 ટકા, ગેઇલ 3.44 ટકા, એશિયન પેઇન્ટ 1.61 ટકા, હીરો મોટો 1.55 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.42 ટકા, હિન્દયુનિલિવર 1.20 ટકા ઓએનજીસી 1.19 ટકા, ભારતી 1.15 ટકા, મહિન્દ્રા 1.04 ટકા ઘટ્યા હતા.

ITઇન્ડેક્સ 137 પોઇન્ટ ઘટ્યો: ITઇન્ડેક્સ 137.23 પોઇન્ટ ઘટી 10178.03 પોઇન્ટ રહ્યો હતો. ઇન્ડેક્સની હેવીવેઇટ ટીસીએસ 3.59 ટકા ઘટી રૂ. 2521.50 રહ્યો હતો. એચસીએલ ટેકનો, માસ્ટેક, હેક્ઝાવેર, વીપ્રોમાં પણ ઘટાડાની ચાલ રહી હતી. જોકે, સેકન્ડ કેડર ગણાતી એપટેક 5.53 ટકા, એનઆઇઆઇટી ટેક 5.40 ટકા, પોલારીસ 2.49 ટકા અને એનઆઇઆઇટી 1.99 ટકા સુધરી રૂ. 87.30ની સપાટીએ રહ્યા હતા.

આરકોમવધુ 3 ટકા તૂટ્યો

એમએમટીસી 13 ટકા ઊછળ્યો: એમએમટીસીનિરાશાજનક પરીણામો પાછળ સતત ઘટાડાની ચાલ અટકવા સાથે આજે 12.69 ટકા ઉછળી રૂ. 63.05ની સપાટીએ બંધ રહ્યો હતો. તેની સાથે હિન્દ કોપર પણ 4.65 ટકા, કેએસસીએલ 4.44 ટકા વધ્યા હતા.

અદાણીટ્રાન્સમિશન 5 ટક તૂટ્યો: અદાણીટ્રાન્સમિશન સારા સમાચાર વચ્ચે પણ 4.97 ટકા તૂટી રૂ.113.85 બંધ રહ્યો હતો. અદાણી જૂથની મોટા ભાગની સ્ક્રીપ્સમાં આજે પીછેહઠ રહી હતી. તેની સાથે HDIL, ઓરિએન્ટલ બેન્કમાં નોંધપાત્ર ઘટાડો રહ્યો હતો.

આરકોમ-વિડિયોકોનમાંઘસારો વધ્યો: જંગીલોનના ડુંગર નીચે દટાયેલી આરકોમનો શેર આજે વધુ 3.10 ટકા તૂટી રૂ. 18.75 થઇ ગયો હતો. જ્યારે વિડિયોકોન પણ 4.91 ટકાના કડાકા સાથે રૂ. 30.05ની સપાટીએ પહોંચ્યો હતો.

ભારતના મેક્રો ઇકોનોમિક ડેટા અને અન્ય સંકેતો જોતાં બીએસઇ સેન્સેક્સ આગામી જૂન-2018 સુધીમાં 34000 પોઇન્ટની સપાટીએ આંબી જશે તેવી આગાહી મોર્ગન સ્ટેનલિએ કરી છે. મોર્ગન સ્ટેનલીના ચીફ એશિયા ઇકોનોમિસ્ટ ચેતન આહ્યાના જણાવ્યા અનુસાર ભારતની વપરાશી પેટર્ન, નિકાસો, ક્ષમતા વપરાશ, આર્થિક સુધારા, જીએસટી સહિતના સંખ્યાબંધ વેરા સુધારાના કારણે કોર્પોરેટ ઇન્ડિયાની નફાકારકતા સુધરતાં બેલેન્સશીટ તગડી બનવાની શક્યતા છે. તે ઉપરાંત ખાનગી મૂડીરોકાણ પણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધવાની શક્યતા છે. તેના કારણે સેન્સેક્સ ડિસેમ્બર અંત સુધીમાં 33000 પોઇન્ટ અને માર્ચ-18ના અંત સુધીમાં 34000 પોઇન્ટ સુધી વધવાની શક્યતા છે. રેટ કટ મુદ્દે તેમણે જણાવ્યું કે, આરબીઆઇ હમણાં રેટ જાળવી રાખે અને કદાચ 2018ના સેકન્ડ હાફમાં વધારો કરે તેવી શક્યતા છે. મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી રિસર્ચ હેડ રિધમ દેસાઇના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇકોનોમિમાં સંપુર્ણ રિકવરીના સંજોગો છે. નિકાસો વધવા ઉપરાંત ઘરઆંગણે પણ માગ વધવાનો આશાવાદ છે. તે જોતાં લાંબાગાળાની તેજીનો પાયો રચાય તેવી શક્યતા છે.

જૂન 2018માં સેન્સેક્સ 34000 થઇ જશે: મોર્ગન સ્ટેન્લી

હેલ્થકેરને બાદ કરતાં આઇટી, ઓઇલ, ટેકનોલોજી સહિતના સેક્ટર્સમાં ઘટાડો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...