તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેટલીક જોગવાઈ બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો

કેટલીક જોગવાઈ બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકાયુક્તની જોગવાઈઓ સામે હાઈકોર્ટમાં પિટિશન

લોકાયુક્તના આદેશને પડકારવામાં પણ રોક

રાજ્યસરકારે બનાવેલા લોકાયુક્તના કાયદાની અનેક જોગવાઈઓ બંધારણ સાથે સુસંગત હોવાની રજૂઆત સાથે જોગવાઈઓ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. લોકાયુક્ત દ્વારા હુકમની કૉપી પણ આપવામાં આવતી નથી, તે સંજોગોમાં હુકમને અન્ય અદાલતમાં પડકારવામાં તેમના અધિકારોનું પણ હનન થાય છે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 22 જૂન પર મુલતવી રાખી છે.

રમેશ માળીએ પિટિશનમાં રજૂઆત કરી છે કે, તેમણે સ્ટેમ્પ ડ્યૂટી મુદ્દે કોર્ટમાં અને લોકાયુક્તમાં કેસ કર્યા હતા. લોકાયુક્તે તપાસનો હુકમ કર્યો હતો. હુકમની નકલ માગતાં તેમને આપવામાં આવી નહોતી. મુદ્દે રજૂઆત કરાઈ છે કે, ગુજરાત લોકાયુક્ત એક્ટના સેક્શન 10(2)માં લોકાયુક્તને ઑર્ડરની કૉપી સર્ટિફાઇડ કરવાની પણ સત્તા નથી. સેક્શન 16ને કારણે રાજ્યનો કોઈ કર્મચારી પુરાવા આપશે નહીં. તેમજ સેક્શન 16(1) પ્રમાણે ઉચ્ચ અદાલત સમક્ષ જવાના નાગરિકના બંધારણીય અધિકાર ઉપર પણ તરાપ છે. લોકાયુક્તની બાબતોને કોન્ફિડન્સિયલ ગણાઈ રહી હોવાથી લોકાયુક્તમાં જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી અરજદાર કોર્ટ સમક્ષ જઈ શકે નહીં. કોઈ પણ બંધારણીય સત્તા તેમને હુકમની સર્ટિફાઇડ કૉપી આપવાની ના પાડી શકે નહીં. જોકે લોકાયુક્ત દ્વારા તેમને કૉપી આપવામાં આવી નહોતી. આવી કૉપી સિવાય તો અરજદારને ન્યાયનો ઇનકાર કરવામાં આવ્યા સમાન છે. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકારને બાબતે યોગ્ય પૃચ્છા કરવા માટે સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...