તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા દૂર કરો’

‘દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા દૂર કરો’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવ્યૂ બેઠકમાં કમિશનરે આપેલી ચેતવણી

અમદાવાદશહેરમાં પાણીજન્ય રોગચાળામાં અસહ્ય વધારો થયો છે. રોગચાળો વધવાના કારણમાં પીવાનુ પ્રદૂષિત પાણી હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે ગુરુવારે કમિશનર મુકેશકુમારના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યૂ બેઠકમાં પણ તેમણે મુદ્દે ઈજનેર વિભાગ અને હેલ્થ વિભાગને ટપાર્યા હતા. બન્ને ખાતાઓના જવાબદાર અધિકારીઓને તાકીદ કરતા તેમણે કહ્યું કે, ‘પ્રદૂષિત પાણી આવે છે ત્યાંની સમસ્યાનો નિકાલ કરો અને પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવવાને પ્રાથમિકતા આપો.

મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ અને ઉત્તર ઝોનના સંખ્યાબંધ વિસ્તારોમાં પ્રદૂષિત પીવાના પાણીની સમસ્યા વકરી છે. તાજેતરમાં ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર ઈકબાલ શેખ સહિત સ્થાનિક નાગરિકોએ ભેગા મળી આનો ભારે વિરોધ કર્યો હતો. અહીં 36 ચાલીઓમાં દૂષિત પાણી મળતું હતું. આવા તો સંખ્યાબંધ વિસ્તારો છે. ખુદ હેલ્થ વિભાગના પાણીના સેમ્પલના રિપોર્ટમાં પણ આવુ ફલિત થાય છે. જેને પગલે ઝાડા-ઊલટીના રોગચાળામાં અસહ્ય વધારો થતા કમિશનર મુકેશકુમારે રિવ્યૂ બેઠકમાં અંગે ઈજનેર વિભાગ અને હેલ્થ વિભાગના અધિકારીઓને સમસ્યા ઉકેલવા તાકીદ કરી હતી.

ઊંટવાળી ચાલીમાં નર્યુ દૂષિત પાણી

બેદિવસ દરમિયાન જમાલપુર વોર્ડની ઊંટવાળી ચાલી ખાતે ઝાડા-ઊલટીના કેસ મળી રહ્યાં છે. જેને પગલે હેલ્થ વિભાગના અધિકારીઓ અહીં સરવે કરવા આવ્યા તો પીવાનું બિલકુલ દૂષિત પાણી જોવા મળ્યું હતું. જો કે, અહીં જરૂરી કામગીરી કરવા માટે ઈજનેર વિભાગ પણ મર્યાદા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...