તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ગચ્છાધિરાજઆ.ભ.પુણ્યપાલસૂરિશ્વરજી મ.સા.નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ અર્થે નગરપ્રવેશ ગુરુ

અમદાવાદ | ગચ્છાધિરાજઆ.ભ.પુણ્યપાલસૂરિશ્વરજી મ.સા.નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ અર્થે નગરપ્રવેશ ગુરુવારે વહેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગચ્છાધિરાજઆ.ભ.પુણ્યપાલસૂરિશ્વરજી મ.સા.નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ અર્થે નગરપ્રવેશ ગુરુવારે વહેલી સવારે અંજલિ ચાર રસ્તાથી થયો હતો. પ્રસંગે શહેરના જૈન શ્રાવકો મોટી સંખ્યામાં તેમને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતાં. તેમની નગરપ્રવેશ યાત્રા ધરણીધર દેરાસર, અન્નપૂર્ણાહોલ, વસંતકુંજ, જૈનનગર સુવિધા શોપિંગ સેન્ટર, ગૌતમબાગ થઇ દશા પોરવાડ ખાતે પૂર્ણ થઇ હતી. પ્રાસંગિક પ્રવચનબાદ મહાવીરસ્વામી પંચકલ્યાપૂજા શણગાર હોલમાં યોજાઇ હતી. તેમની નિશ્રામાં 10થી વધુ આચાર્ય ભગવંતો, 100થી વધુ સાધુ અને 200થી વધુ સાધ્વીજી ભગવંતોનો નગરપ્રવેશ યોજાયો હતો. તેમની શોભાયાત્રામાં 2 હાથી, 7 શણગારેલી બગી, 7 ઊંટ, બેન્ડવાજા, શરણાઇ ગ્રૂપ, ખડકવારી સહિતના આકર્ષણો હતા. 2 જુલાઇના રોજ તેમનો ચાતુર્માસ પ્રવેશ થશે અને તેમનું ચાતુર્માસ ધરણીધર દેરાસરની સામે, મંગલતીર્થ ટાવર પાછળ, મ્યુ. કોર્પો. ઓપન પ્લોટ, શારદાનગર ખાતે યોજાશે.

પુણ્યપાલસૂરિ મ.સા.નો નગરપ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...