તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ ઝોનની 50 સહિત રાજ્યની 342 સ્કૂલને નોટિસ

અમદાવાદ ઝોનની 50 સહિત રાજ્યની 342 સ્કૂલને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફી રેગ્યુલેશન એકટ-2017 અંતર્ગત અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ ચાર ઝોનમાં ફી કમિટીની રચના કરી છે. દરેક ઝોનની ફી કમિટી હેઠળ આવતી સ્કૂલોએ તેમની શૈક્ષણિક વર્ષ 2017-18ની વાર્ષિક ફી નક્કી કરવા માટે 24 મે સુધીમાં ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હતી. માટે ફી કમિટીએ ચોક્કસ ફોર્મ પણ તૈયાર કર્યુ હતું.

શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ફી નક્કી કરવાની દરખાસ્ત કરી નથી કે એફિડેવિટ કરી નથી કે પછી ફી નક્કી કરવા સામે કોર્ટમાં ગયા નથી, તેવી શાળાએ તા. 24મી સુધીમાં ફી નક્કી કરવાની દરખાસ્ત કરવાની રહેશે.

આમછતાં અમદાવાદ, વડોદરા, રાજકોટ ઝોનની 342 સ્કૂલોએ સરકારના ફી નિર્ધારણ કાયદાને પણ ગણકાર્યો હતો. આથી આવી સ્કૂલોને ફી નિર્ધારણ કમિટી સમક્ષ હાજર થવા અને ફી નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લેવા બદલે ખુલાસો કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

વડોદરા ઝોનની 175 અને સુરત ઝોનની 117 સ્કૂલ પણ લપેટમાં

ફી નિર્ધારણ પ્રક્રિયામાં બિલકુલ ભાગ લેનારી સ્કૂલ સામે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના મૂડમાં

અન્ય સમાચારો પણ છે...