તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાવડામાં પ્રસૂતિગૃહ ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો

ભાવડામાં પ્રસૂતિગૃહ ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદદસ્ક્રોઈના ભાવડા ગામેથી નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે. કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાવડા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી મેહુલ પ્રજાપતિ જક્ષણી સાર્વજનિક સેવા ટ્રસ્ટના નામે દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો હતો. જે અંગે કુહા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. જયશ્રીબહેન કાયસ્થના ધ્યાન પર આવતા તેમણે કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કુહા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જયશ્રીબહેન કાયસ્થને બાતમી મળી હતી કે ભાવડા ગામમાં કોઇ વ્યક્તિ ડોક્ટર હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. જયશ્રીબહેને તપાસ કરતા ભાવડા ગામમાં જક્ષણી સાર્વજનિક સેવા ટ્રસ્ટ નામનું દવાખાનું આવેલું છે. દવાખાનામાં પ્રસૂતિ કરવામાં આવતી હતી. ડોક્ટરની ડિગ્રી અને રજિસ્ટ્રેશન અંગે મેહુલ પ્રજાપતિને પૂછતા સંતોષકારક જવાબ આપ્યો હતો અને ડો. જયશ્રીબહેનને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...