તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘માસ્કોટની ડિઝાઇન સાથે સાથે પ્રોડક્ટની ક્વોલિટી મહત્વની છે’

‘માસ્કોટની ડિઝાઇન સાથે-સાથે પ્રોડક્ટની ક્વોલિટી મહત્વની છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cbઅમદાવાદમેનેજમેન્ટ એસોસિએશનમાં ‘બ્રાન્ડ માસ્કોટ’ પર વક્તવ્ય યોજાયું. જેમાં કમ્યુનિકેશન કન્સલ્ટન્સીના જેમાં સંજય ચક્રવર્તીએ બ્રાન્ડની આઈડેન્ટિટી ખીલે તે માટે અલગ અલગ બ્રાન્ડના ‘માસ્કોટ’ વિશે વાત કરી હતી.‘કોઈ પણ બ્રાન્ડને આગળ વધારવા માટે કે લોકોના દિલ સુધી પહોંચાડવા માટે તેનો માસ્કોટ બહુ મહત્વનો હોય છે. તેનાથી બ્રાન્ડની આઈડેન્ટિટી ખીલીને બહાર આવે છે. પછી તે એર ઈન્ડિયાનું મહારાજા માસ્કોટ હોય, મેકડોનાલ્ડના રોનાલ્ડ મેકડોનાલ્ડની વાત હોય, નિરમા ગર્લ હોય, અમૂલ બેબીની વાત હોય, પારલે બોય હોય કે પછી કેએફસીનો સ્કેચ હોય. બધા માસ્કોટની સહાયથી વિશ્વ લેવલે જાણીતી થયેલી બ્રાન્ડ છે. તેમાં પણ એર ઈન્ડિયાનો મહારાજા માસ્કોટ તો ઓલરેડી લોકોમાં શરૂઆતથી જાણીતો છે કેમ કે તે તેના અંદાજમાં વેલકમ કરે છે.’ શબ્દો છે એસકેસી માર્કેટિંગ અને કમ્યુનિકેશન કન્સલ્ટન્સીના સંજય ચક્રવર્તીના. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ‘બ્રાન્ડ માસ્કોટ’ સબ્જેક્ટ પર તેમના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજય ચક્રવર્તીએ કહ્યું કે,‘21મી સદીના યુગમાં આપણી વાત કે વસ્તુ લોકો સુધી સરળતાથી પહોંચે તે જરૂરી છે આપણે બ્રાન્ડને લઈએ તો ગ્રાહક જ્યારે કોઈ પ્રોડક્ટ ખરીદે છે ત્યારે તેની ડિઝાઈન અને માસ્કોટ ઉપર પહેલું ધ્યાન જાય છે. પ્રથમ ઈમ્પ્રેશન ગ્રાહકના મનમાં છેક સુધી રહેતી હોય છે. દુનિયાની કોઈ પણ બ્રાન્ડ હોય તેને લોકો સુધી નહીં તેમના દિલો દિમાગ સુધી પહોચાડવામાં માસ્કોટ મહત્વની ભૂમિકા ભજવે છે. બ્રાન્ડ માસ્કોટને વર્ણવવી તે એક સારી ડિઝાઈનવાળા ચિત્રનું પાત્ર છે જે કંપનીનું વિઝન અને વેલ્યુ લોકો સુધી પહોચાડવા માટે મજબૂત સાંકળનું કામ કરે છે. પછી તે બ્રાન્ડને લોકો માસ્કોટના આધારે યાદ રાખે છે. માર્કેટમાં પણ જાય તો માસ્કોટ વિનાની બ્રાન્ડ નકલી હશે તેમ માનીને તેને લેવાથી પણ ખચકાતો હોય છે. જો કે દરેક પ્રોડક્ટ માટે જેટલો માસ્કોટનો રોલ છે તેની સાથે સાથે પ્રોડક્ટની ક્વોલિટી પણ એટલી મહત્વની છે. કોઈ પ્રોડક્ટનો માસ્કોટ કે ડિઝાઈન આકર્ષક હશે પણ જો તેની ક્વોલિટી બરાબર નહીં હોય તો તે માર્કેટમાં નહી ટકી શકે.

અન્ય સમાચારો પણ છે...