તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાલુ વર્ષ માટે કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ 272 જાહેર કરાયો

ચાલુ વર્ષ માટે કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ 272 જાહેર કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનઅને મકાનના વેચાણમાંથી થતા લાંબા ગાળાના મૂડી નફાની ગણતરીમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. મૂડી નફા માટે અગાઉ મિલકત 3 વર્ષ રાખી હોવી જોઈએ તે ઘટાડીને 2 વર્ષ કરાઈ છે. મૂડી નફાની ગણતરી માટેના કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સના માળખામાં ફેરફાર કરાયો છે અને અગાઉ 1981ને બેઈઝ વર્ષ ગણીને 100 ટકા ઈન્ડેક્સ ગણાતો હતો અને પછી દર વર્ષે ઈન્ડકેસમાં ફેરફાર કરાય છે. 2017-18ના વર્ષ માટેનો ઈન્ડેક્સ 272 જાહેર કરાયો છે. આમ, કરદાતાઓને રાહત થશે.

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટ અને અજિત શાહે કહ્યું કે, 2018-19ના આકારણી વર્ષ માટે 2001-02ને બેઝ વર્ષ ગણીને 100નો ઈન્ડેક્સ ગણાશે અને ત્યારપછીના વર્ષ માટે ઈન્ડેક્સ ગણવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...