તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમર્સની 36,600 સીટ પર આજથી નોંધણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટી એડમિશન કમિટીની કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ, એમએસસી આઈટી) વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન કાર્યવાહીનો ગુરૂવારથી પ્રારંભ થશેે. 40,000 વિદ્યાર્થીઓને પિન અપાઈ છે,તે 8 જૂનથી 13 જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યની 91 કોમર્સ શાખાની 36,660 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવાઈ છે. વિદ્યાર્થીઓ કુલ 91 પૈકીની કોઈ પણ કોલેજનો હેલ્પ સેન્ટર તરીકે ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પ્રવેશ કમિટીએ કોલેજોને હેલ્પ સેન્ટર તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની સૂચના આપી દીધી છે.

કોમર્સની પ્રવેશ કાર્યવાહીમાં વિવિધ કોમર્સ શાખાની નિર્ધારિત 43 ક્લસ્ટર પર વિદ્યાર્થીઓની પ્રવેશ ફી સ્વીકારવાની વ્યવસ્થા કરાઈ છે.એચડીએફસી બેન્કના પ્રતિનિધિઓ જે તે કોલેજોમાં ઉપસ્થિત રહીને પ્રવેશ ફીનો સ્વીકારશે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ બેન્કની લાંબી લાઈનમાં ઊભા રહીને ફી ભરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓને વખતે તકલીફ ના પડે તે માટે નવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

કોમર્સમાં આગામી 10મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પીન અપાશે. જ્યારે 17મી જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, 19મી જૂને ફાઈનલ મેરિટની જાહેરાત કરવામાં આવશે.

B.Sc.માં 20480ની ફાઈનલ મેરિટ યાદી જાહેર

બીએડ્માં 20મી સુધી રજિસ્ટ્રેશન

બીએડકોલેજોની બેઠકો પરની રજિસ્ટ્રેશન કાર્યવાહી 20 જૂન સુધી લંબાવાઈ છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની વિવિધ પરીક્ષાના પરિણામોની જાહેરાત કરાઈ નથી. વધુ વિદ્યાર્થીઓ કાર્યવાહીમાં ભાગ લઈ શકે તે રજિસ્ટ્રેશનની મુદત લંબાવવામાં આવી છે.

ડિપ્લોમામાં5129 પિન અપાઈ

ડિપ્લોમાઈજનેરીની પ્રવેશ કાર્યવાહીમાં મંગળવારે પ્રથમ દિવસે 5129 પિન અપાઈ છે. ડિપ્લોમા ઈજનેરીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી 9થી 22મી જૂન દરમિયાન રખાઈ છે. વિદ્યાર્થીઓને www.gujdiploma.nic.in પર રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.

એડમિશન કમિટીઅે બીએસસીના વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 3 જૂને જાહેર કર્યુ હતું. તે પછીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરીને સુધારા સાથેનંુ 20480 વિદ્યાર્થીઓનંુ ફાઈનલ મેરિટ લિસ્ટ બુધવારે જાહેેર કરાયું છે. 25 કોલેજોની 9000 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી માટેના પ્રવેશ મેરિટમાં 11,447 જનરલ કેટેગરીના છે,1746 એસસી, 6176 વિદ્યાર્થીઓ એસઈબીસીના, જ્યારે 1111 એસટી કેટગરીના છે.

10 જૂન સુધી પિન અપાશે, 17મીઅે પ્રોવિઝનલ અને 19મીએ ફાઈનલ મેરિટ જાહેર થશે

અન્ય સમાચારો પણ છે...