તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેયરે એડિ.ઈજનેરોને કહ્યું, ‘ફિલ્ડમાં જઈને પાણીની વ્યવસ્થા સરખી કરો

મેયરે એડિ.ઈજનેરોને કહ્યું, ‘ફિલ્ડમાં જઈને પાણીની વ્યવસ્થા સરખી કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરમાં દૈનિક 1100 એમએલડી પાણીનો જથ્થો અપાતો હોવા છતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં પાણીની તંગી અને પાણી નહીં મળતુ હોવાની ફરિયાદો ઊઠી છે. જેને પગલે મેયર ગૌતમ શાહે તમામ ઝોનના એડિશનલ ઈજનેરોને બોલાવી મિટિંગ લીધી હતી. જેમાં સ્પષ્ટ તાકીદ કરી હતી કે, પાણીની ફરિયાદો આવે સ્વભાવિક છે પણ ફિલ્ડમાં જઈને પાણી વિતરણની વ્યવસ્થા ઠીક કરો.’

ગત વર્ષે ઉનાળાની સિઝનમાં જેટલો પાણીનો સપ્લાય કરવામાં આવ્યો હતો તેના કરતા 50 થી 100 એમલડી પાણી પુર‌વઠો વધુ આપવામાં આવે છે છતાં ત્રણ ઝોનમાં પાણીની તીવ્ર સમસ્યા છે. એડિશનલ ઈજનેરો દ્વારા મેયર સમક્ષ એવો ખુલાસો કર્યો હતો કે, કોઈક સ્થળે પાણીનો શોર્ટ સપ્લાય છે અન્યથા રેગ્યુલર ધોરણે પાણી આપવામાં આવે છે. પણ સામાન્ય કરતા ઉનાળામાં પાણીનો વધુ વપરાશ હોવાના કારણે બૂમો ઊઠે છે. મેયરે તેમને પૃચ્છા કરી હતી કે, જો પૂરતો જથ્થો આપવામાં આવે છે તો વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરો. કોઈ પણ ભોગે પાણીની ફરિયાદો મળવી જોઈએ નહીં. કદાચ પાણીની ફરિયાદો મળે તે સ્વભાવિક છે પણ તેનો નિકાલ કરવો આવશ્યક છે.

છેવાડાના વિસ્તારોને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. (ફાઈલ ફોટો)

શહેરના છેવાડાના સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પાણીનું નેટવર્ક ઊભું કરાયું નથી. આવા વિસ્તારોમાં પાણી સપ્લાય કરવા માટે ટેન્કરો દોડાવાય છે. દૈનિક ધોરણે 300થી વધુ ટેન્કરો આવા વિસ્તારમાં મોકલી પાણી સપ્લાય કરાય છે. એક ટેન્કરમાં 5 હજાર લીટર પાણીનો સપ્લાય ટેન્કર વડે કરાય છે. અંદાજે દોઢ એએમલડી પાણી ટેન્કરો થકી અપાય છે. મેયર સાથેની મિટિંગમાં ઈજનેરોનો મત એવો હતો કે, બહુ સામાન્ય બાબત છે. કેમ કે, 1100 એમએલડી પાણી વિતરણ સામે માંડ દોઢ એમએલડી પાણીનો જથ્થો ટેન્કરો વડે સપ્લાય કરાય છે.

ઉનાળામાં રોજ 300 ટેન્કર વડે પાણી અપાય છે

પાણીની ફરિયાદ મળવી જોઈએ તેવું મિટિંગમાં પરખાવ્યું

1100 MLD પાણીનો સપ્લાય છતાં પૂર્વ, દક્ષિણ, ઉત્તર ઝોનમાં પાણીની તંગી

અન્ય સમાચારો પણ છે...