તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આચાર્ય સામે જાતીય સતામણીની ફરિયાદો છતાં પગલાં કેમ નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્ય સામે જાતીય સતામણીની ફરિયાદો છતાં પગલાં કેમ નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાનર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ કરેલી જાતીય સતામણીની ફરિયાદને વર્ષ થવા છતાં જવાબદાર પ્રિન્સીપાલ સામે કોઇ પગલાં નહીં લેવાતા સમગ્ર મામલે હાઇકોર્ટમાં પિટિશન થઇ છે. જે કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ સરકાર પાસે જવાબ માગ્યો છે કે, સમગ્ર પ્રકરણમાં તપાસ થઇ હતી કે કેમ?ω કેસમાં તપાસ માટે તંત્રે કોઇ આતંરીક સમિતિ બનાવી છેકે કેમω? આરોપી સામે 15 જેટલા આક્ષેપો છે કે કેમω જે બાબતનો જવાબ રજુ કરવા માટે હાઇકોર્ટે કેસની વઘુ તપાસ 27મી જુલાઇ પર મુલત્વી રાખી છે.

સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હરિસિંહ ચોધરી સામે 2010માં વડોદરા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. કોઇ કામગીરી નહી થતાં વિદ્યાર્થીનીઓએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીની દરમ્યાનગીરીથી 15મી નવેમ્બર 2011ના રોજ તે અંગે ‘વિશાખા ગાઇડલાઇન’ પ્રમાણે તપાસ કરવાના આદેશ થયા હતા.

એટલું નહી હરીસિંહ ચોધરીએ 2011-12માં ભાવગનર સરકારી નર્સીંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં દારૂની મહેફીલ અને ડી.જે.પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે તેની ફરિયાદ થવા છતાં તંત્રએ માત્ર તેમની બદલી કર્યા સિવાય કોઇ પગલા લીધા હતા. હરિસિંહ સામે આવી 15 જેટલી ફરિયાદો છે.

હાઇકોર્ટે જવાબ માગ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો