Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રોફીટબુકિંગ પાછળ સેન્સેક્સ 205 પોઇન્ટ ઘટ્યો
પ્રોફીટબુકિંગના પગલે બીએસઇ સેન્સેક્સ 205.37 પોઇન્ટના ઘટાડા સાથે 27710.52 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તેની સાથે નિફ્ટી-50 પણ 55.75 પોઇન્ટના ઘટાડા સાથે 8510.10 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઇન્ટ્રા-ડે 8500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડવાથી દૂર રહ્યો હતો.
ચોમાસાની સંતોષજનક આગેકૂચ છતાં સંસદના ચોમાસું સત્રમાં હવે જીએસટી બિલ પાસ થવા અંગે સંદેહો સર્જાતાં રોકાણકારોમાં સાવચેતીનો સૂર રહ્યો છે. અધૂરામાં પૂરું એલએન્ડટી ઇન્ફોટેકના નિરાશાજનક લિસ્ટિંગની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર રહી હતી. તેના કારણે ઓટો, રિયાલ્ટી, પાવર, બેન્ક, મેટલ્સ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર સહિત સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ ઘટાડાની ચાલ રહી હતી. આજે જાહેર થયેલા એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના પરીણામો પણ સંકેત આપી રહ્યા છે કે, પ્રાઇવેટ બેન્ક્સમાં પણ એનપીએનો પ્રશ્ન વધી રહ્યો છે. તેના કારણે બેન્કિંગ સેક્ટરમાં પણ ઘટાડાની ચાલ રહી હતી. જોકે, સિમેન્ટ અને ફાર્મા શેર્સમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ રહી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 23 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. કુલ ટ્રેડેડ 2668 સ્ક્રીપ્સ પૈકી 1041 સ્ક્રીપ્સમાં સુધારો અને 1646 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી એકવાર સાવચેતીનું બની રહ્યું છે. દરમિયાનમાં એફઆઇઆઇની આજે પણ રૂ. 420.22 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 372.40 કરોડની નેટ વેચવાલી રહી હતી.ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 3 પૈસાના ઘટાડા સાથે રૂ. 67.17ની સપાટીએ રહ્યો હતો. જ્યારે પાઉન્ડ 9 પૈસા સુધર્યો હતો. યુરો સ્ટેડી રહેવા સામે જાપાનીસ યેન વધુ 34 પૈસા ઘટી 63.73ની સપાટીએ નોંધાયો હતો.
એલએન્ડટી ઇન્ફોટેક| રિલાયન્સપાવર પછી ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડેલા એલએન્ડટી ઇન્ફોટેકમાં નિરાશાજનક લિસ્ટિંગે રોકાણકારોમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોના આઇપીઓ સામે શંકાની સોય તાણી છે. 12 ગણો છલકાયેલો આઇપીઓને 10 લાખ અરજીઓ મળી હતી. જે દર્શાવે છે કંપનીના શેર્સ મેળવવામાં કેટલાં બધા રોકાણકારોને રસ છે. છતાં લિસ્ટિંગના દિવસે શેર રૂ. 710ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 666.60ની સપાટીએ લિસ્ટેડ થયો છે. શેર 6.19 ટકા તૂટી રૂ. 666 થઇ ગયો હતો. અને છેલ્લે 1.73 ટકાના ઘટાડા સાથે રૂ. 697.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
વીઆરએલલોજિસ્ટિક |એરલાઇન સેક્ટરમાંપ્રવેશવાનો વિચાર માંડી વાળતા શેર ઇન્ટ્રા-ડે 20 ટકા ઉડ્યા બાદ છેલ્લે રૂ. 348.20 બંધ રહ્યો હતો.
વોક્હાર્ટ|મહારાષ્ટ્રમાં આવેલા3 પ્લાન્ટમાં યુએસએફડીએના ઓબ્ઝર્વેશનના અહેવાલો પાછળ શેર 4.47 ટકા ઘટી રૂ. 991.15 રહ્યો હતો.
એલન્ડટી ઇન્ફોટેકનું નિરાશાજનક લિસ્ટિંગ: HPCLનું એક શેરે બે શેર બોનસ
કેપિટલ ગુડ્ઝ |મિશ્ર વલણ
કંપનીબંધ +/-
વેલકોર્પ 87.954.95%
કલ્પતરૂપાવર 268.302.25%
ટેક્સરેઇલ97.051.94%
પ્રાજઇન્ડ. 90.70-2.99%
થર્મેક્સ905.60-2.05%
પીએેનબી |4 ટકા ઘટ્યો
કંપની બંધ +/-
પીએનબી123.70-4.40%
એક્સિસબેન્ક 538.25-3.62%
બીઓબી152.25-3.46%
ફેડરલ61.00-2.79%
કોટક760.80-2.71%
પાવર, બેન્ક, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ઓટો, મેટલમાં ઘટાડાની ચાલ : વૈશ્વિક બજારોમાં સુસ્ત વલણ
સ્મોલકેપ|સ્ટોક સ્પેસિફિક
કંપનીબંધ +/-
મેટલ ફોર્જ 58.9519.94%
તાતામેટાલિક 482.2013.20%
ચેન્નાઇપેટ્રો 261.9511.85%
કાબરાએક્સ્ટ્રુ 109.85-10.62%
ટીનપ્લેટ90.20-7.87%
પાવર|માં સુધારાનો ગૂલ
કંપની બંધ +/-
JSWએનર્જી79.75-4.55%
પાવરગ્રીડ162.75-3.13%
ભેલ139.85-3.05%
એબીબી1270.55-2.34%
તાતાપાવર 70.80-2.14%