Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શેરથા નજીકના ફાર્મહાઉસમાં જુગાર રમતા 24 વેપારી ઝબ્બે
વેપારીઓ પાસેથી રોકડા રૂ. 4 લાખ, કાર જપ્ત
કડીનાશેરથા ચોકડી નજીક આવેલ સન બિરલ ફાર્મહાઉસના વરંડા નજીક ચાલતા જુગારધામ પર બુધવારે પોલીસે રેડ કરી રૂ. 4.33 લાખ રોકડા, મોંઘાદાટ મોબાઇલ, કાર મળી કુલ રૂ 11.59 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ અને કડીના કુલ 24 જુગારીઓને ઝડપ્યા હતા. અંગે બાવલુ પોલીસે ગુનો નોંધ્યો હતો.
સન બિરલ ફાર્મહાઉસના વરંડા પાસે અમદાવાદ અને કડીના મોટાગજાના જુગારીઓ ભેગા મળી મસમોટો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે બાવલુ પોલીસે બુધવારે સાંજે અહીં ઓચિંતી રેડ કરી હતી.
મોટી સંખ્યામાં જુગારીઅો હોઇ પોલીસે જુગારધામને ચારે બાજુથી કોર્ડન કરેલ હોઇ જુગારીઓના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 4.33.780,રૂ 26 હજારના 9 મોબાઇલ,રૂ 7 લાખની 3 કાર મળી કુલ રૂ 11.59.780ના મુુદ્દામાલ સાથે 24 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
અંગે બાવલુ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી મોટા ગજાના ક્રિકેટના સટ્ટાિકંગો સહિતના જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.
વેપારીઓ પકડાયા
{દશરથભાઇપટેલ {વૈષ્ણવ મિલીન {રાજુભાઇ પટેલ {મહેન્દ્ર પટેલ {વિષ્ણુભાઇ પટેલ {નરેશ ઠક્કર {દિનાન કાસમ {રસિક શાહ {કિરણ શાહ {શબ્બીર હુસેન ઘાંચી {છત્રસિંહ પુવાર {હેમંત પટેલ {પરેશ પટેલ {પવન ગાંધી {રામચંદ્ર પ્રજાપતિ {હસમુખભાઇ ગર્ગ {રમેશ ચાવડા {દાદુભાઇ મલેક {સુમન ઉર્ફે બંગડી કાગસિયા {નટવરલાલ છબિયા {સજ્જનસિંહ રાજપૂત {દેવકરનભાઇ રબારી {મલિક દાદુભાઇ {મયંક શર્મા