તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પથ્થરમારામાં 3 પોલીસ કર્મી ઘવાયા, 45ની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થરમારામાં 3 પોલીસ કર્મી ઘવાયા, 45ની અટકાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકામાં દલિતોએ આવેદનપત્ર આપી સેવાસદનમાં તોડફોડ કરી

ગુરુવારેધોળકામાં દલિત સમાજની અંદાજે 10થી 12 હજાર લોકોની વિશાળ રેલી મામલતદારને આવેદન પત્ર આપવા ધોળકા સેવાસદન પહોંચી હતી. આવેદનપત્ર આપ્યા બાદ દલિતસમાજના લોકોએ સેવાસદન, નગરપાલિકા, એસટી બસ તેમજ ખાનગી વાહનોના કાચ તોડ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા બળપ્રયોગ અને ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે 3 હજારના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી 45 ની ધરપકડ કરી હતી.

દલિતો પર થયેલા અત્યાચારને પગલે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુરુવારે સવારે દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે કલિકુંડના સુરભિ સોસાયટી પાસે રેલીની શરૂઆત કરવામાં આવ્યું હતું. અંદાજિત 10થી 12 હજાર દલિતોની વિશાળ રેલી આંબેડકર ચોક, ટાવર બજાર, રેનવાડા થઇને તાલુકા સેવાસદન બપોરે 12 વાગે પહોંચી હતી. દલિત સમાજના આગેવાનોએ બપોરે 12.15 વાગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્ર આપી કચેરીની બહાર આવીને કેટલાક સભ્યો વિખેરાઇ જવાની જગ્યાએ એકાએક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક નવા સેવાસદન ઉપર પથ્થરમારો કરીને બિલ્ડિંગના કાચ તોડતા પોલીસે દલિત સમાજને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ટોળું ઉશ્કેરાઇને પોલીસને ટારગેટ કરી પથ્થરમારો કરતા 3 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.બેકાબૂ બનેલું ટોળું પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેના પગલે ટોળું બજારની દુકાનો, 5 પ્રાઇવેટ બસ, 3 કાર અને એસટી ડેપોમાં 2 બસના કાચ તોડ્યા હતા. જ્યારે બીજું ટોળું નગરપાલિકા તરફ ગયું હતું અને નગર પાલિકાની બિલ્ડિંગના કાચ તોડ્યા હતા. જેના પગલે બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે 12 જેટલા ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

પોલીસે 3 હજાર અજાણ્યા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી 45 લોકોની ધરપકડ કરી હતી. રેલી દરમિયાન 1 ડીવાયએસપી,1 પીઆઇ, 8 પીએસઆઇ, 150 પોલીસ જવાન અને 25 એસઆરપીના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા.

ટોળાને વિખેરવા ટિયર ગેસના શેલ છોડાયા

^બપોરેમામલતદારને આવેદન આપીને ટોળાએ તાલુકા સેવાસદન, નગરપાલિકા, દુકાનો, ખાનગી અને સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારામાં પોલીસકર્મચારીઓ ઘાયલ થયા છે. રાયોટિંગનો ગુનો નોંધી 45 લોકોની ધરપકડ કરી છે. > કે.વી. દાફડા, પીઆઇધોળકા ટાઉન

ઉનામાં દલિતો ઉપર થયેલા અમાનુષી અત્યાચારને પગલે ગુરુવારે ધોળકામાં રોષે ભરાયેલા દલિતોએ મામલતદારને આવેદન આપ્યા બાદ તોડફોડ કરી હતી. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો