તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | અમેરિકાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ગુરુવારેસાબરમતી મધ્યસ્થ જેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું અને સાબરમતી જેલના કેદીઓએ તમામ વૃક્ષોના ઉછેરની જવાબદારી લીઘી હતી. પ્રસંગે મેયર ગૌતમ શાહ તથા જેલ સુપરિટેન્ડેન્ટ સુનીલ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


અમદાવાદ | અમેરિકાનીહોસ્પિટલનાં માપદંડ પ્રમાણેની ઇન્ટરનેશનલ સુવિધા હવે અમદાવાદમાં ઉપલબ્ધ થતાં દર્દીને તેનો લાભ થશે. અમેરિકાનાં જોઇન્ટ કમિશન ઇન્ટરનેશનલ (જેસીઆઇ) તરફથી શહેરની ખાનગી હોસ્પિટલને જેસીઆઇ એક્રિડિટેશન પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની છે. હોસ્પિટલનાં સીઇઓ ડો . રાજેશ કામરાનનાં જણાવ્યાં મુજબ, જેસીઆઇ એક્રિડિટેશન પ્રાપ્ત કરવા માટે હોસ્પિટલે 1300થી વધુ મેઝરેબલ સ્ટાન્ડર્ડ સાથે તાલમેલ મિલાવવામાં અમે સફળતા મેળવી છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે હોસ્પિટલમાં દર્દીને અપાતી સુવિધા અને ગુણવત્તાસભર સારવાર, હોસ્પિટલ સ્ટાફની લાયકાત અને કાર્યક્ષમતા, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાનું માળખું તૈયાર કરાયું હતું. જે અંગે એક્રિડિટેશન હેલ્થકેર એક્સપર્ટની ઇન્ટરનેશનલ સર્વેયર ટીમ દ્વારા ઇવેલ્યૂશન બાદ હોસ્પિટલને એક્રિડિટેશન એપ્રૂવલ અપાઇ છે, જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની સુવિધા પ્રાપ્ત થશે. હોસ્પિટલનાં ક્વોલિટી ઇન્ચાર્જ ડો. મહેશ પટેલનાં જણાવ્યાં મુજબ સર્જિકલ કેર, મેડિકેશન મેનેજમેન્ટ, ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ, સ્ટાફ ક્વોલિફિકેશન વગેર માપદંડોનું મૂલ્યાંકન કરાયું હતું.

સાબરમતી જેલમાં 100 વૃક્ષોનું વાવેતર કરાયું

દર્દીને ઇન્ટરનેશનલ સુવિધા ઉપલબ્ધ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો