તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયરાજયશજીનું પ્રવચન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ઉત્તરાધ્યયન સૂત્ર જૈન ધર્મની ગીતા છે’

સોલારોડ જૈન સંઘમાં ચાતુર્માસમાં બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, ધ્યાનની સિદ્ધિ અને આત્મ સાક્ષાત્કાર કૈવલ્ય અને પૂર્ણતાથી ભારતવર્ષ શોભી રહ્યો છે. આવા મહાત્માઓએ જે પણ શાસ્ત્રો ઉપદેશેલા છે અમૂલ્ય ખજાનો છે. આજના ભૌતિક વિકાસના યુગમાં માનવ સાધન સંપન્ન બન્યો છે પણ સાધનાથી દૂર ચાલ્યો હયો છે. આવા માનવે પોતાના જીવનને સંતુલિત બનાવવા માટે પણ કૈવલ્ય પ્રાપ્ત મહાત્મના ઉપદેશને આત્મસાત કરવા જેવો છે.

જૈન ધર્મમાં આવા શાસ્ત્રોને આગમ શાસ્ત્રો કહેવાય છે આવા આગમોમાં શ્રી ઉતરાધ્યયન સૂત્ર ખૂબ પ્રખ્યાત સૂત્ર છે. ચિંતકો સુત્રને જૈન ધર્મની ભગવદગીતા માને છે. એના પ્રત્યેક શ્લોકમાં માનવને આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્ત કરવાના માર્ગો અને કિમીયા બતાવવામાં આવ્યા છે. ગ્રંથના કુલ 36 અધ્યાય છેે. ખરેખર અધ્યાયો માનવ જીવનનું છત્ર બનીને રક્ષણ કરે તેવા છે. મારે તમને શાસ્ત્ર નથી સંભળાવવાનું મારે પોતે પણ શાસ્ત્રના શબ્દોને જીવનમાં ઉતારવાના છે. સૂત્રના પવિત્ર શબ્દો અને અર્થો સીધા દિલને સ્પર્શ કરે છે. જ્યાં દિલ વિશ્વની મહાસત્તાને શરણાગત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો