તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શેરથા પાસે ફાર્મહાઉસમાં જુગાર રમી રહેલા 24 વેપારી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરથા પાસે ફાર્મહાઉસમાં જુગાર રમી રહેલા 24 વેપારી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા ગજાના વેપારીઓ પાસેથી રોકડા રૂ. 4 લાખ, વૈભવી કાર જપ્ત

કડીનાશેરથા ચોકડી નજીક આવેલ સન બિરલ ફાર્મહાઉસના વરંડા નજીક ચાલતા જુગારધામ પર બુધવારે પોલીસે રેડ કરી રૂ. 4.33 લાખ રોકડા, મોંઘાદાટ મોબાઇલ, કાર મળી કુલ રૂ 11.59 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ અને કડીના કુલ 24 જુગારીઓને ઝડપ્યા હતા. અંગે બાવલુ પોલીસે ગુનો નોંધ્યો હતો.

સન બિરલ ફાર્મહાઉસના વરંડા પાસે અમદાવાદ અને કડીના મોટાગજાના જુગારીઓ ભેગા મળી મસમોટો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે બાવલુ પોલીસે બુધવારે સાંજે અહીં ઓચિંતી રેડ કરી હતી. મોટી સંખ્યામાં જુગારીઅો હોઇ પોલીસે જુગારધામને ચારે બાજુથી કોર્ડન કરેલ હોઇ જુગારીઓના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 4.33.780,રૂ 26 હજારના 9 મોબાઇલ,રૂ 7 લાખની 3 કાર મળી કુલ રૂ 11.59.780ના મુુદ્દામાલ સાથે 24 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. અંગે બાવલુ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોધીને તપાસ હાથધરી છે.

નબીરાઓ પાસેથી 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત

{દશરથભાઇપટેલ {વૈષ્ણવ મિલીન {રાજુભાઇ પટેલ {મહેન્દ્ર પટેલ {વિષ્ણુભાઇ પટેલ {નરેશ ઠક્કર {દિનાન કાસમ {રસિક શાહ {કિરણ શાહ {શબ્બીર હુસેન ઘાંચી {છત્રસિંહ પુવાર {હેમંત પટેલ {પરેશ પટેલ {પવન ગાંધી {રામચંદ્ર પ્રજાપતિ {હસમુખભાઇ ગર્ગ {રમેશ ચાવડા {દાદુભાઇ મલેક {સુમન ઉર્ફે બંગડી કાગસિયા {નટવરલાલ છબિયા {સજ્જનસિંહ રાજપૂત {દેવકરનભાઇ રબારી {મલિક દાદુભાઇ {મયંક શર્મા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો