તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિવિક સેન્ટરમાંથી ઉચાપત, 3 સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિક સેન્ટરમાંથી ઉચાપત, 3 સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમ્યુનિ.ના નવા પશ્ચિમ ઝોનના સિવીક સેન્ટરમાંથી લાખો રૂપિયાની ઉચાપતના મામલે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચાયો હતો.

નવા પશ્ચિમ ઝોનના સિવીક સેન્ટરમાંથી કેશ કલેેકશન માટે જતા એકાઉન્ટ ખાતાના કર્મચારીઅે 11.50 લાખની રકમ કોર્પોરેશનમાં જમા કરાવી હતી. દૈનિક સરેરાશ જે રકમ જમા થાય તેના કરતા ઓછી રકમ જમા કરાવાતા ભાંડો ફૂટયો હતો.

ઉચ્ચ અધિકારીઓને રકમ ઓછી જમા થતા શંકા ગઈ હતી.જેના આધારે તપાસ કરતા ખરેખર ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

છેલ્લા કેટલાય મહિનાથી ત્રણ કર્મચારીઓ દ્વારા પ્રકારે ઉચાપત કરી તેમાંથી મળતા નાણાંમાથી પોતાની અંગત માલ-મિલ્કતો ખરીદતા હતા. તપાસના અંતે પ્રકરણમાં મ્યુનિ.ના નાણાં ખાતામાં ફરજ બજાવતા કૌશિક રાવલ, દિલીપ બામણિયા અને અનીલ પ્રજાપતિનુ નામ બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો