તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 809 સ્કૂલમાં છાત્રા, 103 સ્કૂલમાં છાત્રો માટે શૌચાલયનો અભાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

809 સ્કૂલમાં છાત્રા, 103 સ્કૂલમાં છાત્રો માટે શૌચાલયનો અભાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એચઆરડી મંત્રીનો સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

સંસદમાંચાલી રહેલા ચોમાસુ સત્રમાં ઝારખંડથી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીને પૂછેલા એક સવાલના જવાબમાં જણાવ્યું છે કે ‘ગુજરાતમાં 809 સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ માટેના શૌચાલયો તથા 103 સ્કૂલમાં વિદ્યાર્થિઓ માટેના શૌચાલયોનો અભાવ છે. ઉપરાંત 88 સરકારી સ્કૂલમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે વધારે માહિતિ આપતા જણાવ્યું કે ‘રાજ્યમાં 9 હજાર 467 સ્કૂલ રમત-ગમતના મેદાનો ધરાવતી નથી. પ્રાથમિક શિક્ષકોની કુલ 24 હજાર 841 જગ્યા ખાલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિમલ નથવાણી સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ નહીં ધરાવતી સરકારી પ્રાથમિક સ્કૂલો તેમજ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ઉપરાંત સરકારી પ્રાથમિક સ્કૂલોમાં જાહેર અથવા તો ખાનગી સ્કૂલો સમકક્ષ સુવિધાઓ પૂરી પાડવા લેવા પગલાં વિશે જાણવા માગતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો