તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતની ચા પીને રાહુલે કહ્યું મોદીના રાજમાં અત્યાચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતની ચા પીને રાહુલે કહ્યું મોદીના રાજમાં અત્યાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીડિતોને કોંગ્રેસ 5-5 લાખ, એનસીપી 2-2 લાખ આપશે


સમઢિયાળામાંદલિતો પર અત્યાચારની ઘટનાને પગલે પાંચમા દિવસે પણ અજંપા ભરેલી અશાંતિ જોવા મળી હતી. અનેક જગ્યાએ બસ ઉપર પથ્થરમારો અને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને રાજકોટના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં દલિતોનો આક્રોશ જોવા મળ્યો હતો. ગુરુવારે એક દલિત યુવાને જસદણમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તો પતિની ધરપકડના વિરોધમાં એક પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. જામકંડોરણામાં પણ એક દલિત યુવાને ઝેર પીધું હતું. માણાવદરમાં મોડી રાત્રે દલિત યુવાન પર આંદોલનની અદાવત રાખી હુમલો કરાયો હતો.

ગુરુવારે જસદણના માલગઢ ગામે વીજકંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા દલિત યુવાન વિશાલે (ઉ.23) વીજ સ્ટેશનના રૂમમાં દોરડા વડે ફાંસો ખાઇ લીધો હતો. યુવાનના પિતાએ જણાવ્યું કે વિશાલ સમઢિયાળા ગામે બનેલી ઘટનાથી વ્યથિત રહેતો હતો.

બીજા બનાવમાં જેતપુરમાં બે દિવસ પૂર્વે બનેલી તોડફોડની ઘટનામાં પ્રવીણભાઇ ચાવડા નામના યુવાનની પોલીસે ધરપકડ કરતા તેના પત્ની મમતાબેને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

તોફાન: સૌરાષ્ટ્રથીશરૂ થયેલું દલિત આંદોલન પાટનગર સુધી પહોંચ્યું હતું. ...અનુસંધાન પાનાં નં.15પાટનગરના ડેપોમાં એક બસને ટોળાએ આગચંપી કરતાં મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને દહેશતનો માહોલ પેદા થયો હતો. ગાંધીનગરના અડાલજ ખાતે ગઈ મોડીરાત્રે મુસાફરોથી ભરેલી બસને ટોળાએ આગ ચાંપી દેતાં એક મુસાફર દાઝી ગયો હતો. પાટનગરની નજીક આવેલા કડીમાં બપોરે દલિત સમાજની મૌન રેલી નિકળી હતી. ત્યાર બાદ અચાનક છત્રાલ રોડ અને દેત્રોજ રોડ ઉપર ટોળાઓ ઉતરી આવ્યા હતા અને ત્રણ બસને આંતરીને આગચંપી કરી હતી. ગુરૂવારે લીંબડી નેશનલ હાઈવે પર દલિતો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા 10 કિમી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. જેના પરિણામે કલાકો સુધી હાઈવે જામ રહ્યો હતો અને વાહનચાલકો ભયભીત બની ગયા હતા. લીંબડીમાં દલિતો દ્વારા સેવાસદન પર પથ્થરમારો કરવામાં આવતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મહિલાઓ દ્વારા મામલતદાર કચેરીએ વિશાળ સંખ્યામાં કૂચ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિફરેલા ટોળાએ કચેરી ઉપર પથ્થમારો શરૂ કરી દીધો હતો. સુરતમાં પણ દલિતોએ ઉધના રેલવે સ્ટેશને પહોંચી જઈને ટ્રેનના પાટા પર સુઈ જઈ ટ્રેન વ્યવહાર થંભાવી દીધો હતો.

સજ્જડ બંધ

દલિતો પર અત્યાચારના વિરોધમાં પાંચમા દિવસે પણ કેશોદ, તાલાલા, ધારી, કુતિયાણા, જેતપુર, જસદણ, ભાયાવદર,વીંછીયા, ધોરાજી, ઉપલેટા, મોરબી, ગોંડલના કેટલાક વિસ્તારો, ધોળકા, લિંબડી, ધ્રાંગધ્રા સજ્જડ બંધ રહ્યા હતા. કેશોદમાં ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના પાંચ રાઉન્ડ છોડ્યા હતા.

ચક્કાજામ-તોડફોડની ઘટનાઓ

કડીમાં ત્રણ બસને આગચંપી, ગાંધીનગર ડેપોમાં આગ, ભાયાવદરમાં ચાર દુકાનોમાં તોડફોડ, રાજકોટમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ, કેશોદમાં ચાર દુકાનેમાં તોડફોડ, ધારી, કડી, લીંબડી નેશનલ હાઈવે, ખંભાળિયા, ધોળકા ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

સળંગ ત્રીજા દિવસે એસટીની 650 બસ બંધ, 2000 ટ્રીપ રદ

અમદાવાદ | દલિતો પર અત્યાચારના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનમાં તોડફોડને લીધે ગુરુવારે સળંગ ત્રીજા દિવસે રાજ્યમાં એસટી નિગમની 600થી વધુ બસ બંધ રહી હતી અને 2000 ટ્રીપ રદ કરાઈ હતી. સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બસો બંધ રહી રહી. કડી પાસે તોફાની ટોળાએ એસટીની 3 બસમાં આગચંપી કરી હતી. ત્રણ દિવસ દરમિયાન એસટી નિગમને 3 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

બેન ગઈકાલે રીતે મળ્યાં હતાં

રાહુલ રીતે મળ્યા

બુધવારે બેન પીડિત પરિવારોને મળ્યા હતા. (ફાઈલફોટો)

રાજકોટ | કોંગ્રેસનાઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા દલિત યુવકોને મળવા પહોંચ્યા હતા. એક પીડિતના માતાએ રાહુલને ગળે લગાડતા કહ્યું હતું કે, ‘તમે તો અમારા છો, મુખ્યમંત્રી આવ્યા ત્યારે તે દૂર બેઠા રહ્યા હતા.’

દલિત મહિલાએ રાહુલને કહ્યું - તમે અમારા છો, બેન તો છેટે બેઠાં હતાં

વેરાવળની ખાસ કોર્ટમાં કેસ ચાલશે

ગાંધીનગર:ઉનાના દલિતો પરના અત્યાચારનો કેસ ચલાવવા રાજય સરકારે વેરાવળની સેશન્સ જજની અદાલતને વિશેષ ડેઝીગ્નેટેડ કોર્ટ તરીકે જાહેર કરી છે. શિડ્યુલ કાસ્ટ એન્ડ શીડયુલ ટ્રાઇબ(પ્રીવેન્શન ઓફ એટ્રોસીટી) એકટ 1989 અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના પરામર્શથી વેરાવળની સેશન કોર્ટને વિશેષ અદાલત તરીકે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો