તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રેરાના અમલ પછી નાના બિલ્ડરો ટકી શકશે નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેરાના અમલ પછી નાના બિલ્ડરો ટકી શકશે નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયલએસ્ટેટ રેગ્યુલેટરી એકટ (રેરા)ના અમલ માટે રાજ્ય સરકારે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી છે. છતાં અમલની કેન્દ્રીય ગાઈડલાઈન્સ આવતા અને રાજ્યમાં તેને અમલી બનાવતા એકથી દોઢ વર્ષનો સમય લાગશે. આમ આગામી દોઢ વર્ષ સુધી મકાનોની કિંમતમાં ખાસ વધારો થવાની શક્યતા નથી.

રેરાના અમલથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા નાના બિલ્ડરો ખોવાઈ જશે. 10 ટકાના રોકાણમાં થતા કરોડોના પ્રોજેકટ શરૂ કરી દેનારા બિલ્ડરો માર્કેટમાં ટકી શકશે નહીં અને મૂળ બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા માર્કેટમાં ટકી શકશે. જેના કારણે મકાનો અત્યારે જેટલી માત્રામાં બની રહ્યાં છે તેમા પણ નોંધપાત્ર ઘટાડો થશે અને સપ્લાય ઓછો થતા ભાવ વધવાની દહેશત છે.

2012 પછી રિયલ એસ્ટેટ ક્ષેત્ર મકાનોના ભાવ બહુ ઊંચકાયા નથી. સામે નવા મકાનોની સંખ્યામાં દર વર્ષે 5 ટકા જેટલો વધારો થયો છે. મંદીને કારણે ભાવ ઊંચકાયા નથી અને મકાનોનો સપ્લાય મોટા પ્રમાણમાં વધ્યો છે. પણ મકાનો વેચાતા નથી ત્યારે હાલના સંજોગોમાં ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી.

કોર્પોરેશન હદમાં 52 હજાર મકાનો અને ઔડામાં 22 હજાર મળી કુલ 74 હજાર મકાનો તૈયાર થઈ રહ્યાં છે. તમામના પ્લાન જે તે ઓથોરિટીએ બિલ્ટઅપ એરિયા પ્રમાણે પાસ કર્યા છે. રેરાના કાયદા પ્રમાણે, કાર્પેટ એરિયા પ્રમાણે પ્લાન પાસ હોવા જોઈએ. ગાહેડના પ્રમુખ દીપક પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, ‘અમે સરકાર સમક્ષ અંગે રજૂઆત કરી છે. હવે પછીના પ્લાન કાર્પેટ એરિયા પ્રમાણે પાસ કરાય અને જેટલા મકાનો બની રહ્યાં છે તેમને નોટિસ પાઠવી એક કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવે.’

74 હજાર મકાનના પ્લાન અટવાઈ શકે

હજુ દોઢ વર્ષ સુધી મકાનની કિંમતમાં ખાસ વધારાની શક્યતા નથી

રેરાનું પ્રમાણપત્ર ફરજિયાત

અત્યારસુધી બિલ્ડરે જમીનના પૈસા ચૂકવ્યા હોય તો પણ સ્કીમની જાહેરાત કરી બુકિંગ લેતા હતા. પછી પ્લાન પાસ કરાવી સ્કીમ લોન્ચ કરતા હતા. હવે રેરાનું પ્રમાણપત્ર આવશ્યક હોવાથી એન્વાયરન્મેટ પરમિશન, પ્લાન પાસ કરાવવો પડશે. આમાં 13 મહિના લાગી શકે. પછી રેરાનું પ્રમાણપત્ર 30થી 60 દિવસમાં મળશે. સરવાળે જમીન ખરીદ્યા પછી દોઢ વર્ષે સ્કીમ જાહેર થઈ શકશે અને બુકિંગના નાણા મળશે. આટલો સમય રોકાણ કરવાથી ભાવ વધશે.

રેરાથી હાલમાં મકાનો જે ભાવે મળે છે તેના કરતા પચાસ ટકા જેટલા ભાવો વધી શકે તેમ છે. રેરાની જોગવાઈ પ્રમાણે, બિલ્ડરોઅે 70 ટકા રકમ તો સેપરેટ ખાતામાં રાખવાની થશે. જેથી નાણાંની લિક્વિડિટી રહેશે નહીં. બિલ્ડરે પાંચ વર્ષ માટે મેઈન્ટેનન્સ કોસ્ટ પણ અલગ રાખવી પડશે. પરિણામે સ્કીમ માટે જે જમીન ખરીદી હશે તેના નાણાંની રિકવરી હાલમાં જે બે વર્ષે શકય બને છે તેને ચાર વર્ષ લાગશે. ટાઈટલ ક્લીયર અને પ્રોજેકટ જવાબદારીનો વીમો પણ લેવાનો હોવાથી કન્સલ્ટન્ટ સહિતના ચાર્જ વધશે.

રેરા|રાજ્ય સરકારે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી પણ અમલમાં એકથી દોઢ વર્ષ લાગશે

રેરાથી બિલ્ડરોની લિક્વિડીટી ઘટશે, મકાનની કિંમતમાં 50 ટકા સુધી વધારો થઈ શકે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો