તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસ પછી હળવા વરસાદની શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાંબે દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની ગેરહાજરીને કારણે ગરમીનો પારો વધ્યો છે. જેમાં ખાસ કરીને રાજ્યનાં કચ્છમાં ગરમીનો પારો 32થી 34 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, આગામી બે દિવસો બાદ અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ગુરુવારે સમગ્ર રાજ્યમાં 34.7 ડિગ્રી સાથે ભુજ અને કંડલા પોર્ટ રાજ્યનાં સૌથી ગરમ શહેર બન્યાં હતા.

પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી બે દિવસ દરમિયાન શહેરમાં વરસાદી છાંટા કે ઝાપટા પડી શકે છે તેમજ 24 અને 25મી જુલાઇનાં રોજ શહેરમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો