તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બંધમાં તોડફોડ કરનારા ફોટા વીડિયો પરથી પકડાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધમાં તોડફોડ કરનારા ફોટા-વીડિયો પરથી પકડાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો સામે થયેલા અત્યાચાર મામલે રાજ્યભરમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન, રેલીઓ, સભાઓ અને ધરણાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. રાજ્યના પોલીસવડા પી.પી.પાંડેએ તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષકોને હિંસા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા લોકો સામે કાર્યવાહી કરી કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. હિંસા દરમિયાન પોલીસે કરેલી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો પુરાવા તરીકે ઉપયોગ થશે.

એક વર્ષ અગાઉ પાટીદારોએ આપેલા બંધમાં સરકારી પ્રોપર્ટીની તોડફોડ અને આગચંપીથી કોર્પોરેશનને 11.43 કરોડનું નુકસાન થયું હતું. દલિતોના બંધ દરમિયાન બુધવારે તોડફોડમાં જાહેર મિલકતોને પાંચ લાખનું નુકસાન થયું હતું.

દલિતોએ આપેલા બંધ દરમિયાન બુધવારે એએમટીએસની 12 થી 15 બસો ઉપર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનામાં પાટીદારોના બંધ વખતે ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં બીઆરટીએસના કુલ 22 સ્ટેન્ડ સળગાવી દેવાયા હતા. એએમટીએસની 29, બીઆરટીએસની 4 બસો પણ સળગાવાઈ હતી. જ્યારે 18 બસોમાં તોડફોડ થઈ હતી. ચાંદખેડા, ગોતા, ઘાટલોડિયાની વોર્ડ ઓફિસ, નિકોલની સબ ઝોનલ ઓફિસ, નિકોલ, વસ્ત્રાલ વોર્ડ ઓફિસ સહિતની ઓફિસોમાં તોડફોડ કરાઈ હતી.

માધુપુરાઅને અમરાઈવાડીમાં ટોળા સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને રાયોટિંગનો ગુનો :બુધવારના બંધ દરમિયાન ટોળાએ શાહપુરમાં 4 બસોના કાચ તોડ્યાં હતા. જ્યારે અમરાઈવાડીમાં પથ્થરમારો કરી પબ્લિક પ્રોપર્ટીને નુકશાન કર્યું હતું. ત્યારે બંને ઘટનામાં પોલીસે મોડી રાતે 400થી વધુના ટોળા સામે પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ રાયોટિંગ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

{ રેલવે, બસ તથા અન્ય વાહનોને તકલીફ પડે તેવી વ્યવસ્થા ઊભી કરવી.

{ સામાન્ય લોકોને ખાતરી આપવી કે તેઓ સલામત છે અને તેમને બંધથી દૂર રહેવા અપીલ કરવી.

{ રસ્તાઓ પર દેખી શકાય તેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવો.

{ રેલવે, બસસ્ટેન્ડ, મેઇન રોડ,ચાર રસ્તા, કોર્ટ સંકુલ, સ્કૂલ, કોલેજ જેવા મહત્વના સ્થળે વિશેષ પોલીસ બંદોબસ્ત રાખવો જેથી સામાન્ય નાગરિકોને કોઇ તકલીફ પડે.

{ પોલીસ પેટ્રોલિંગ સહિતની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જેથી કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે.

{ વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા ગોઠવવી જેથી તોફાનીઓને ઓળખી શકાય.

{ ચીફ સેક્રેટરી અને ડીજીપીએ અસરકારક પગલા લેવાં જોઇએ.

કોર્ટની ગાઈડલાઈન|લોકોની સલામતી જાળવવી સરકારની જવાબદારી છે

બંધનું એલાન આપનાર પાસેથી દંડ વસૂલી શકાય છે

^રાજ્યવ્યાપી કે દેશ વ્યાપી બંધનું એલાન આપવું તે નાગરિકના બંધારણીય અધિકારના ભંગ સમાન છે. બંધારણના અનુચ્છેદ 19 (સ્વતંત્રતાનો અધિકાર) અને અનુચ્છેદ 21 (વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય)નો ભંગ છે. સુપ્રીમ કોર્ટે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા વિ. ભરતકુમારના કેસમાં બંધનું એલાન બંધારણે નાગરિકોને આપેલા હકોનું હનન થયાનું ટાંક્યું છે. કેરળ હાઇકોર્ટ, કોલકાતા હાઇકોર્ટ અને મુંબઇ હાઇકોર્ટે પણ બંધનું એલાન આપનાર પક્ષ, સંગઠન, એસોસિએશન કે વ્યક્તિને જાહેર સંપત્તિને નુકસાન માટે જવાબદાર ઠેરવતા હુકમ કરેલા છે. પ્રિવેન્શન ઓફ ડેમેજિસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની જોગવાઇ પ્રમાણે જાહેર સંપત્તિને નુકસાન સામે વળતર વસૂલવાની તેમજ દંડની જોગવાઇ છે. ખાનગી વ્યક્તિને થયેલા નુકસાનનું પણ વળતર માગી શકાય છે. > રશ્મિનજાની, એડ્વોકેટ,ભાસ્કર એક્સપર્ટ

ડીજીપીએ જાહેર મિલકતને નુકસાન કરનારા સામે કડક પગલાંનો તમામ પોલીસ કમિશનરને આદેશ આપ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો