Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુગપુરુષ મહાત્મા ગાંધીના વિચારો અને વ્યક્તિત્વ માર્ટીન લ્યૂથર કિંગ અને
યુગપુરુષ મહાત્મા ગાંધીના વિચારો અને વ્યક્તિત્વ માર્ટીન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલાને પણ આંજી ગયું હતું. ગાંધી વિચારધારા આજે પણ દુનિયામાં એટલી પ્રસ્તુત છે. આજકાલ બે ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાને ચોખ્ખી ચણાક કરી, સૂતરની આંટી અને ફૂલહાર કરવાથી વિશેષ આપણે કંઈ કરતા નથી. પણ અમેરિકાના બોસ્ટનની 14 વર્ષની સોહિની શાહ વેકેશનમાં સગાંને મળવા અમદાવાદ આવી છે.રજાનો ઉપયોગ સેર સપાટામાં કરવાને બદલે સોહિની ગાંધી આશ્રમમાં મુલાકાતીઓને ચરખો કાંતતાં શીખવે છે.મજાની વાત તો છે કે, બાળકી ચરખો કાંતતાં પણ આશ્રમમાં શીખી હતી. સોહિની આશ્રમમાંજ આવેલી માનવ સાધના સ્કૂલમાં બીજા બાળકોને અંગ્રેજી પણ શીખવાડે છે. સોહિનીનો “ગાંધીઆદર” જોઈ શેખાદમ આબુવાલાની સુંદર પંક્તિઓ યાદ આવે છે. “હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે, વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી”.તસવીર -પ્રવીણઈન્દ્રેકર
‘હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે, વિચારું છું, થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી’