તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |દશામાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |15 ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ અંતર્ગત શહેરના શાળાના વિદ્યાર્થીઓની રાષ્ટ્રભાવના વિકસે તે હેતુસર ચિત્રસ્પર્ધાનુ વિશેષ આયોજન કરાયું છે. કલા શિક્ષક સંઘ, ગુજરાત રાજય દ્વારા આયોજીત સંપર્ધા મ્યુનિ.હસ્તકના સંસ્કાર કેન્દ્ર ખાતે યોજવા અને જગ્યા વિનામુલ્યે ફાળવવા અંગેની તાકીદની દરખાસ્ત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી હતી. 15 ઓગસ્ટે સવારે 9થી 12 વાગ્યા દરમિયાન સંસ્કાર કેન્દ્રના નીચેના ભાગમાં શહેરની તમામ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળાઓના બાળકો વચ્ચે સ્પર્ધા યોજાશે.


અમદાવાદ |દશામાના વ્રતનંુ આગામી 2 ઓગસ્ટથી પ્રારંભ થશે. તારીખથી 15 તારીખ દરમિયાન દાણાપીઠ ચોક ફાયરબ્રિગેડ સામે આવેલા મંદિર ખાતે અને દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે તમામ સ્ટ્રીટલાઈટો ઉપર હેલોઝન લાઈટો ગોઠવવાની અને સાફ-સફાઈ તેમજ દવા છંટકાવ કરવા અંગેની તાકીદની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત દશામાની મૂર્તિની ધાર્મિક વિધિ થતી હોય અને તેના વિસર્જન પ્રસંગોએ પણ વિવિધ સેવાઓ પૂરી પાડવા અંગે તેમજ રિવરફ્રન્ટ ખાતે જરૂરી કુંડ બનાવવા સહિતની કામગીરી કરવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ હતી.

રાહત |યુનિવર્સલ કોલેજમાં સોમવારથી શિક્ષણ શરૂ થશે

કાર્યવાહી | મચ્છરો શોધવા 42 કન્સ્ટ્રકશન સાઈટની તપાસ

મંજૂરી | દશામાના વિસર્જન પ્રસંગે રિવરફ્રન્ટ પર વ્યવસ્થા કરાશે

નિર્ણય | રાષ્ટ્રભાવના વિકસાવવા 15 ઓગસ્ટે ચિત્રસ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો