તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધી પિંક પોસ્ટ ઈંક : સિટીમાં લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન યોજાયું

ધી પિંક પોસ્ટ ઈંક : સિટીમાં લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગ્રીમા બત્રા

હું મુંબઇ અને દિલ્હીમાં તો ઘણા એક્ઝિબિશન કરું છું, પણ અહીં પ્રથમવાર મેં સ્પેશિયલ ફેસ્ટિવ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીં અમારા એક્ઝિબિશનમાં શોપિંગ કરવા આવી પહોંચી હતી. અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. } મિતાલીવાઢવા, ફાઉન્ડર, ધી પિન્ક પોસ્ટ ઇન્ક

મેં સિટીમાં પ્રથમવાર મારું નો મેડ કલેક્શન રજૂ કર્યું હતું. મને વાતનો ખૂબ આનંદ છે કે અહીંની મહિલાઓને ફેશનનું ખૂબ સારું નોલેજ છે. તેમને શું જોઇએ છે તે પહેલાથી ખબર છે, અમારે તેમને કહેવાની કે શીખવાડવાની જરૂર નથી પડતી. જે બહુ સારી વાત કહેવાય, અમદાવાદ હવે સાચે ફેશન ફોર્વર્ડ હોય તેવું લાગે છે. } રોશનીચોપરા, ફેશન ડિઝાઇનર

કોર્ટિયાર્ડ મેરિયોટ હોટલ ખાતે શુક્રવારે ‘The Pink Post Inc.’નામનું લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનું યોજાયું હતું. મુંબઇની બ્રાન્ડ ‘ધી પિન્ક પોસ્ટ ઇન્ક’ દ્વારા પ્રથમવાર શહેરમાં આવા પ્રકારનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં જ્વેલરી, પરફ્યુમ, હોમ ડેકોર, કિડ્સ વેર, બેગ, ફ્યુઝન ક્લોથ, બનારસી ડ્રેસ, ટ્રેડિશનલ વેર, ફૂટવેરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિટી ઉપરાંત દિલ્હી, હૈદરાબાદ અને મુંબઇના ડિઝાઇનર્સે અહીં પોતાનું એક્સક્લૂસિવ અને ફેસ્ટિવલ સ્પેશિયલ કલેક્શન શોકેસ કર્યું હતું. ફેશન લર્વસના મનોરંજન માટે મ્યુઝિક અને ફૂડ કાઉન્ટર પણ રાખવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં પહેલીવાર ઘણાં સેલિબ્રિટી ડિઝાઇનર્સ જેવા કે રોશની ચોપરા, અગ્રિમા બત્રા અને શાહિન મનને પોતાનું કલેક્શન રજૂ કર્યું હતું.

Shopping Fiesta
અન્ય સમાચારો પણ છે...