તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રસિકલાલની હત્યામાં લૂંટનો આંકડો વધ્યો: 2 લાખનું બંડલ પણ ગાયબ હતું

રસિકલાલની હત્યામાં લૂંટનો આંકડો વધ્યો: 2 લાખનું બંડલ પણ ગાયબ હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસિકલાલનો હત્યારો ઘરમાંથી અલ્ટીસ ગાડી સિવાય બીજુ કશું પણ લઇ ગયો નહીં હોવાનું રસિકલાલના દીકરા કમલેશભાઇએ જે તે સમયે ફરિયાદમાં લખાવ્યું હતું. લગભગ 4 દિવસ પછી તેમણે પોલીસને કહ્યું હતું કે રસિકલાલના રૂમમાંથી પૌરાણિક સિક્કા, ચાંદીના વાસણો તેમજ રોકડા રૂ. 20 હજાર પણ હત્યારો લઇ ગયો છે. જેથી પોલીસે ફરિયાદમાં ઉપરોક્ત મુદ્દામાલની પણ લૂંટ થઇ હોવાનું ઉમેર્યું હતું. જો કે શાંતિલાલની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી અલ્ટીસ ગાડી કબજે કરી હતી.

જ્યારે તેના વતન ખાતેના ઘરમાંથી પૌરાણિક સિક્કા સહિતનો મુદ્દમાલ કબજે કર્યો હતો. જો કે પોલીસ બધો મુદ્દામાલ લઇને આવી ત્યારબાદ કમલેશભાઇએ રૂ. 2 હજારની નોટોનું 100 નું બંડલ એટલે કે રૂ. 2 લાખ પણ ગયા હોવાની વાત કરી હતી.

જે બાબતે પોલીસે શાંતિલાલને પૂછ્યું હતું પરંતુ તે પોલીસને ગોળ ફેરવી રહ્યો હતો. જેથી નવરંગપુરા પોલીસની એક ટીમ શાંતિલાલના વતન પહોંચી હતી અને તેના ઘરમાં તપાસ કરી હતી. પરંતુ શાંતિલાલના ઘરેથી ચોરાયેલા 2લાખ રુપિયા કે પરિવારના અન્ય કોઇપણ સભ્ય હાજર મળ્યા હતા.

અંગે નવરંગપુરા પીઆઈ આર.વી.દેસાઇએ કહ્યું હતું કે શાંતિલાલ ખોટું બોલી રહ્યો હોય તેવું અમને લાગે છે. તેણે 2 લાખ રૂપિયા ક્યાંક છૂપાવા દીધા હોવાની અથવા તો કોઇને આપી દીધા હોવાની શંકાના આધારે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે કાર, 33 હજાર રોકડા, 234 પૌરાણિક સિક્કા અને ચાંદીના ગ્લાસ પણ કબજે કર્યા

શાંતિલાલે રૂ. 2 લાખ પરિવારના સભ્યને આપી દીધા હોવાની પોલીસને શંકા

અન્ય સમાચારો પણ છે...