તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખરેખર વિકાસને ‘ગાંડો’ કર્યો કોણે?

ખરેખર વિકાસને ‘ગાંડો’ કર્યો કોણે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} બાજુની તસવીરમાં દૃશ્યમાન થતી પોસ્ટથી ‘ગાંડો વિકાસ’નો ટ્રેન્ડ શરૂ થયો હોવાનો સાગર સાવલીયાનો દાવો છે.

સાગર સાવલિયાએ મુકેલી ‘ગાંડા વિકાસ’ની પોસ્ટ

િસટી રિપોર્ટર | અમદાવાદ

‘વિકાસહવે ગાંડો થયો છે’ વાક્ય ગુજરાતના સોશિયલ મીડિયાનું નવું સેન્સેશન છે. તમારા મોબાઈલમાં પણ સવાર-સાંજ ‘ગાંડા વિકાસ’ના મેસેજીસ આવી રહ્યા હશે. ગુજરાતમાં ગાંડો વિકાસ હદે ટ્રેન્ડિંગ છે કે કેટલાક ટ્વિટરાઈટ્સે પોતાના ટ્વિટર હેન્ડલના નામ પણ ‘ગાંડો વિકાસ’ કે એવા કંઈક કરી નાખ્યા છે. ત્યારે સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયામાં ખરેખર વિકાસને ‘ગાંડો’ કર્યો કોણે? અમદાવાદના સિવિલ એન્જિનિયર અને ખાનગી કંપનીમાં કામ કરતા યુવાન સાગર સાવલિયાનો દાવો છે કે ‘ગાંડા વિકાસ’ની સૌ પ્રથમ પોસ્ટ તેણે મુકી હતી.

સાગર સાવલિયા કહે છે કે, ‘મને સોશિયલ મીડિયા પર એક તસવીર મળી જેમાં ગુજરાત એસ.ટી.ના બે ટાયર છૂટા પડી ગયા હતા. તસવીર શેર કરીને મેં પોસ્ટ લખી કે, ‘એસટી અમારી, બેસો પછી જવાબદારી તમારી. આઘા રે’જો...વિકાસ હવે ગાંડો થયો છે...’ મેં 23 ઓગસ્ટે પોસ્ટ મુકી અને તે વાઈરલ થઈ. પછી મેં પણ ગાંડા વિકાસની અનેક પોસ્ટ મુકી અને લોકો પણ તેના પર જોક્સ બનાવી બનાવીને વહેતા કરવા લાગ્યા. જેના પરિણામે ગુજરાતભરમાં આજે ‘ગાંડો વિકાસ’ શબ્દપ્રયોગ ટ્રેન્ડિંગ છે.’

ઉલ્લેખનિય છે કે, એવુ કદાચ પહેલીવાર બની રહ્યુ છે કે ગુજરાતી સોશિયલ મીડિયામાં ભાજપવિરોધી કોઈ ટ્રેન્ડ આટલો લોકપ્રિય બન્યો હોય અને ભાજપની સોશિયલ મીડિયા ટીમ તેને નાથવામાં અસફળ લાગી રહી હોય. અત્રે પણ ઉલ્લેખનિય છે કે, ટ્રેન્ડ શરૂ કરવાનો દાવો કરનાર પાટીદાર યુવાન સોશિયલ મીડિયામાં સાગર સાવલિયા ‘બેફામ’ તરીકે ઓળખાય છે અને પાટીદારોના સમર્થનમાં અને ભાજપના વિરોધમાં ‘બેફામ’ લખે છે. તે હાર્દિક પટેલની પણ નજીક છે.

અન્ય સમાચારો પણ છે...