• Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં ચાલતા એમફીલ અને પીએચડીના

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં ચાલતા એમફીલ અને પીએચડીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં ચાલતા એમફીલ અને પીએચડીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગત 12મીએ પ્રવેશ પરીક્ષા લેવાની હતી. પરંતુ પીએચડીમાં નિયમ વિરૂધ્ધ ફોર્મ ભરાવી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે પ્રવેશ પરીક્ષા રદ કરી હતી અને હવે 30મી ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાશે. પ્રવેશ પરીક્ષાની તારીખ લંબાવાના કારણે 22મી ઓગસ્ટ સુધી ઉમેદવારોના ફોર્મ સ્વિકારાશે. યુજીસીના નિયમ મુજબ પીજીમાં 55 ટકા ગ્રેડીંગ ધરાવનાર તમામ ઉમેદવારોના ફોર્મ સ્વિકારાશે. અગાઉ રજિસ્ટ્રેશન માટે એકવાર મુદ્દત વધારાઇ હતી. એમફીલમાં 307 બેઠકો અને પીએચડીમાં 763 બેઠકો માટે અંદાજે 2500 ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું છે. ચાલુવર્ષે એમફીલમાં રજિસ્ટ્રેશન ઘટયું છે જ્યારે પીએચડીમાં 350 જેટલા ઉમેદવારોનું વધુ રજિસ્ટ્રેશન થયું છે.

શિક્ષણ| એમફીલ-પીએચડીમાં 30 ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા

અન્ય સમાચારો પણ છે...