• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલુ સહિત મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા, ઝેરી

અમદાવાદ |અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલુ સહિત મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા, ઝેરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલુ સહિત મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા, ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા છે ત્યારે આને કાબુમાં લેવા માટે ફોગીંગ વાન વધુ કાર્યરત કરાઈ છે. મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, કુલ 382 ફોગવાન ઉપરાંત નવ લોકોને મશીન અપાયા છે. ઉપરાંત વધુ ડીલક્ષ મશીનો પણ મૂકવામાં આવ્યા છે. મશીનો માટે મરાતમની અલાયદી વ્યવસ્થા સેન્ટ્રલ વર્કશોપ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ઘણાં સમયથી ઝાડા-ઊલટીનો પણ રોગચાળો વકર્યો છે. વરસાદના લીધે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

તકેદારી| શહેરમાં રોગચાળો વધતા મચ્છરો મારવા વધુ મશીન મુકાયા

અન્ય સમાચારો પણ છે...