• Gujarati News
  • National
  • અમદાવાદ ઝોનના ક્રોસ કન્ટ્રીના ખેલાડી પસંદ

અમદાવાદ ઝોનના ક્રોસ કન્ટ્રીના ખેલાડી પસંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઇન્ટર યુનિ. કક્ષાએ ભાગ લેવા માટે પહેલા કોલેજ લેવલ પર પસંદગી કરવામાં જેમાં અમદાવાદ ઝોનના અનેક ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદની નવગુજરાત કોલેજના કેમ્પસમાં આવેલી એસ.આર.મહેતા આર્ટસ કોલેજમાં રાખવામાં આવી હતી. સ્પર્ધામાં અમદાવાદ ઝોનની 10 મહિલા ખેલાડી અને 12 પુરુષ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે તેમાં દેહગામની ગોરલ સોલંકી, સીમા સોલંકી, એલ.ડી.આર્ટસની ગીતા તમાલીયા, શિતલ વાણીયા, રુચી સિંઘ, સદ્દગુણા આર્ટસ કોલેજની રૂપા સોનારા, શોભા મકવાણા, કાજલ રાઠોડ, રેણુ ઝાલા અને એસ.આર. મહેતા કોલેજની સપના પરમારની પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધામાંથી ઝોનલ લેવલ પર જે પુરુષ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં એસ.આર. મહેતા આર્ટસ કોલેજના રવિન્દ્ર, શંકરસિંહ રાજપૂત, સિટી સી.યુ.શાહ કોલેજના ઉમેશ યાદવ, આર્ટસ અને કોમર્સ કોલેજ વિરમગામના દેવલભાઇ સોનારા, આર્ટસ અને કોમર્સ કોલેજ દહેગામના ચીકુ દાંતણિયા, રાષ્ટ્રભાષા કોલેજ અમદાવાદના પ્રદિપ પાલ અને વિજય સેન, અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજના મોનીહાજી રાંધે, રાહુલ વસાવા, વિકાસ વસાવા, એ.પી.પટેલ નરોડાના રાજેશ મકવાણા, આર.સી.કોમર્સ કોલેજના ગોપાલ કુમાવત, એસ.આર.મહેતા કોલેજના શંકરસિંહ રાજપુતની પસંદગી કરવામાં આવી છે.

Cross Country

અન્ય સમાચારો પણ છે...