• Gujarati News
  • National
  • અમદાવાદ | અમદાવાદમ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર જંકશન

અમદાવાદ | અમદાવાદમ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર જંકશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદમ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર જંકશન અને જીઆઇડીસી નરોડા ક્રોસીંગ પર રૂ. 150 કરોડના ખર્ચે બે ઓવરબ્રીજ બનાવાશે. હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિમાં દરખાસ્ત મંજુર કરાઈ છે, જે બાદ બ્રીજ બનાવવામાં આવશે. બંને બ્રિજ 2 વર્ષની સમય મર્યાદામાં પૂરા કરવાની શરત મુકાશે એટલેકે 2019 ના વર્ષ સુધી વિરાટનગર, નરોડા, ઇન્ડિયા કોલોની, બાપુનગર વિસ્તારના રહીશોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે અને બે વર્ષ પછી તેમની ટ્રાફિક સબંધીત સમસ્યા હળવી થઇ શકશે. બંને બ્રીજના કામ એક કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને સોંપવાનું મંજુર કરાયું છે અને તે અંગે સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી મેળવવામાં આવી છે.

વિરાટનગર, નરોડા રેલવે ક્રોસિંગ પર બે ઓવરબ્રિજ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...