• Gujarati News
  • National
  • સોલામાં બેંકના 2 ATM તૂટ્યા, મેનેજરે ફોન કરતાં પોલીસ પહોંચી

સોલામાં બેંકના 2 ATM તૂટ્યા, મેનેજરે ફોન કરતાં પોલીસ પહોંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલાઆરસી ટેકનિકલ રોડ ઉપર પ્રમુખનગર ખાતે આવેલા એચડીએફસી બેંકના બે એટીએમ મશીન રાતે તોડવાનો પ્રયાસ થયો હતો. જો કે એટીએમ મશીનની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ જે કંપનીને અપાયો હતો તે કંપનીના મેનેજરને અંકલેશ્વરમાં અંગેની જાણ થતા તેમણે પોલીસ તેમજ સ્થાનિક કર્મચારીઓને મોકલ્યા હતા. જો કે તે 19 મિનિટ સુધી એટીએમ સેન્ટરમાં હાજર રહ્યો હતો અને તેણે જ્વલનશીલ પ્રવાહી નાખીને મશીન સળગાવવાનો તેમજ સાધન વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેશબોકસ ખૂલતા ખાલી જવાનો વારો આવ્યો હતો. જો કે એટીએમના સીસીટીવી કેમેરામાં પોતાની તસવીર કેદ થાય તે માટે ચોરે 3 સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. બંને એટીએમ મશીનમાં એક પણ રૂપિયો ચોરાયો હતો.

સોલા શાયોનાસિટીની બાજુમાં આવેલા પ્રમુખનગર ખાતેની દુકાનમાં એચડીએફસી બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. જેમાં 2 એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે ત્યાં આખી ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...