• Gujarati News
  • National
  • RSS સમાજ અને સંસ્થાઓને જોડવા જાન્યુઆરીમાં વિશાળ સંમેલન યોજશે

RSS સમાજ અને સંસ્થાઓને જોડવા જાન્યુઆરીમાં વિશાળ સંમેલન યોજશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરીમાસમાં અમદાવાદ ખાતે તમામ સંસ્થા અને સમાજના સંમેલન કરવાનુ આયોજન આરએસએસ દ્વારા થયુ છે. આયોજનના ભાગરૂપે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સંસ્થા અને સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ રહી છે. અંતર્ગત સુરત ખાતે આરએસએસના સરકાર્યવાહ (જનરલ સેક્રેટરી) ભૈયાજી જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં સંઘના અનુસાંગિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

જાન્યુઆરી માસમાં યોજાનારા સંમેલનને સફળ બનાવવા દરેક શહેર અને જિલ્લામાં આરએસએસના મહત્વના વ્યક્તિઓની નિમણૂંક કરવામાં આવશે. તેઓને જવાબદારી સોંપીને મોટી સંખ્યામાં લોકો અમદાવાદ ખાતે આવે તે પ્રમાણેની તૈયારીઓ અત્યારથી શરૂ કરવામાં આવી છે. એક એવી પણ ચર્ચા રાજકારણમાં શરૂ થઇ છે કે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પણ આરએસએસ દ્વારા બેઠકો યોજાઈ રહી છે. બેઠકમાં દક્ષિણ ગુજરાતના ધર્માંતરણ, શહેરના કાપડ ઉદ્યોગને ધમરોળતા જીએસટી આંદોલન બાદ વેપારીઓની નારાજગી ઉપરાંત પાટીદાર આંદોલનથી થયેલા ડેમેજને રોકવાના ઉપાયો અંગે પણ ચિંતન થયું હતું. ભૈયાજી જોશી સુરતમાં બેઠક બાદ વડોદરા રવાના થયા હતા. વડોદરા બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમને મળવા પહોંચ્યા હતા.

ભૈયાજી જોશીના અધ્યક્ષસ્થાને સુરતમાં બેઠક મળશે

ધર્માંતરણ, પાટીદાર અને જીએસટી આંદોલન મુદ્દે પણ ચિંતન થયાની ચર્ચા

અન્ય સમાચારો પણ છે...