• Gujarati News
  • National
  • રવિશકુમાર : શું મને ગાળો દેવા માટે IBએ અભિયાન શરૂ કર્યું છે

રવિશકુમાર : શું મને ગાળો દેવા માટે IBએ અભિયાન શરૂ કર્યું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
21 જુલાઈએ ફેસબુક પર પોસ્ટ મૂકી રવિશકુમારે રાજ્ય સરકાર સામે સવાલો ઊભા કર્યાં હતાં

એનડીટીવીનાપત્રકાર રવિશકુમારે 21 જુલાઈના રોજ પોતાના ફેસબુક વોલ પર અમદાવાદ આઈબીના અધિકારી મનીષ સોમાણી દ્વારા અભદ્ર ભાષામાં લખાયેલી એક પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે, ‘શું હવે મને ગાળો દેવાનું અભિયાન પાછળ આઈબીના લોકો પણ જોડાઈ ગયા છે ’, તેમજ જો ફેસબુક પ્રોફાઈલ ધરાવનાર ખરેખર અમદાવાદ આઈબીનો અધિકારી છે તો સરકાર માટે ચિંતાનો વિષય છે.

પોસ્ટ જોયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આઈબીમાં મનીષ સોમાણી નામનો કોઈ અધિકારી છે કે કેમ તે અંગે તપાસ કરી હતી. જો કે પ્રકારનો કોઈ અધિકારી હોવાનું બહાર આવતા પીઆઈ કે.જી.ચૌધરીએ ફેક પ્રોફાઈલ ધારક વિરુદ્ધ આઈપીસી કલમ 170 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

મનીષ સોમાણીની પ્રોફાઈલમાં તે પોતે આઈઆઈએમ અમદાવાદનો વિદ્યાર્થી હોવાનો ઉપરાંત હાલ અમદાવાદનો ઈન્વેસ્ટિંગ બ્યુરોનો અધિકારી હોવાનું ઉલ્લેખ કર્યો હતો. પોસ્ટ જોયા બાદ રવિશકુમારે પોસ્ટનો ફોટો પાડી તેને અપલોડ કરી દીધો હતો.

જ્યારે તેમણે લખ્યું હતું કે, મને નહતી ખબર કે, આઈબીના અધિકારી પણ પોતાના ફેસબુક પ્રોફાઈલ દ્વારા મને ગાળો ભાંડે છે. જ્યારે મનીષ સોમાણી નામની પ્રોફાઈલ ધરાવતો વ્યક્તિ જો ખરેખર આઈબીનો અધિકારી છે તો સરકાર માટે વાત ચિંતાનો વિષય છે. ફેસબુક આઈડીની તપાસ માટે પણ રવિશકુમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...