• Gujarati News
  • National
  • ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના

ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ૫૫મી નેશનલ ચેલેન્જર્સ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્પિયનશિપ અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે ૧૨ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવી છે. ચેસની સ્પર્ધામાં ૨૮૦ જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં ૧૨થી વધુ જીએમ પણ ભાગ લેવાના છે. તમિલનાડુના અરવિંદ ચિદંબરમ, કેરળના એસ.એલ.નારાયણ, પેટ્રોલિયમ સ્પોર્ટ બોર્ડના લલીથ બાબુ, અભીજીત કુન્તે વગેરે જીએમ ભાગ લઇ રહ્યા છે. ૧૭થી વધુ આઇએમ નોર્મ ભાગ લઇ રહ્યા છે. ગુજરાતના ફેનિલ શાહ, એસ કે સિન્હા, જોય ચૌહાણ, કરણ ત્રિવેદી, મોક્ષ દોશી, આગમ આદિત્ય, સ્નેહ દવે, અંકિત ચુડાસમા, ઋત્વી શાહ, શિલ્પી માધાણી, જોય શાહ પણ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે.

અમદાવાદમાં યોજાશે 55મી નેશનલ ચેલેન્જર્સ ચેસ ચેમ્પિયનશિપ

Chess

અન્ય સમાચારો પણ છે...