• Gujarati News
  • National
  • ઈસરો દ્વારા ડેવલપ કરાયેલી GPS સિસ્ટમ ‘નાવિક’ વિશે VGECમાં વર્કશોપ યોજાશે

ઈસરો દ્વારા ડેવલપ કરાયેલી GPS સિસ્ટમ ‘નાવિક’ વિશે VGECમાં વર્કશોપ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વકર્માગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આજે ઈસરો દ્વારા ડેવલપ કરાયેલી જી.પી.એસ ટેકનોલોજી ‘નાવિક’ અંગે માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરાયુ છે. યુ.એસ.એ. દ્વારા વિકસાવાયેલ જી.પી.એસ સિસ્ટમ કે જેનો ગુગલ મેપ જેવી સર્વિસ માં ઉપયોગ થાય છે તેની હરિફાઈ માં સંપૂર્ણ સ્વદેશી નેવિગેશન સર્વિસ માટે ઈસરો દ્વારા ‘નાવિક’ સિસ્ટમ વિકસાવવામાં આવેલ છે જેમાં ઈસરો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા સાત સ્વદેશી ઉપગ્રહો નો ઉપયોગ કરાયેલ છે. સર્વિસ થી ભવિષ્યમાં ‘ગુગલમેપ’ જેવી સંપૂર્ણ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવામાં આવશે.જે અંગે વર્કશોપમાં ઈસરો ના વૈજ્ઞાનિકો એન .એમ. દેસાઈ વિદ્યાર્થીઓને નાવિક સિસ્ટમ વિશે માહિતી આપશે. વર્કશોપમાં રાજ્યભરની ઈજનેરી કોલેજના ૪૦ થી વધુ અધ્યાપકો ને ‘નાવિક’ સિસ્ટમ વિશેનું પ્રેક્ટીકલ નોલેજ અપાશે. બી.ઈ. અને એમ.ઈ.ના વિદ્યાર્થીઓને સિસ્ટમની ઉપયોગિતા, IRNSSની સેવાઓ જેવી કે ટ્રાન્સપોર્ટેશન, દરિયામાં ગયેલી માછીમારોની બોટ, એરિયલ અને મરીન નેવિગેશન , ડીઝાસ્ટર મેનેજમેન્ટ ,વાહન ટ્રેકિંગ અને ફલીટનું મેનેજમેન્ટ, મોબાઇલ ફોન્સ સાથે સંકલન, ચોક્કસ સમય મેપિંગ અને જીઓ ડેટા કેપ્ચર જેવી ઉપયોગિતા વિશે માહિતી અપાશે. સાથે ડ્રાઈવરો માટે વિઝ્યુઅલ અને વૉઇસ નેવિગેશન પણ માહિતી અપાશે.

અન્ય સમાચારો પણ છે...