• Gujarati News
  • National
  • ક્લાયન્ટ, ઈન્વેસ્ટર્સ, એમ્પલોઈઝને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાથી બિઝનેસ મુશ્કેલ થશે

ક્લાયન્ટ, ઈન્વેસ્ટર્સ, એમ્પલોઈઝને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાથી બિઝનેસ મુશ્કેલ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રિપોર્ટર | અમદાવાદ

‘આંત્રપ્રિન્યોરશિપમાંક્લાયન્ટ, એમ્પલોઈઝ અને ઈન્વેસ્ટર્સને હંમેશા મહત્વ આપવું જોઈએ. જો તેમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશો તો 2020 સુધીમાં બિઝનેસ કરવો મુશ્કેલ થઈ જશે.’ શબ્દો છે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ(આઈઆઈએલડી)ના ચેરમેન પ્રવીણ દરીયાનીના. આઈઆઈએલડી દ્વારા ‘હક્ક હૈ’ પ્રોગ્રામ અંતર્ગત આંત્રપ્રિન્યોર્સ માટે યોજાયેલા વર્કશોપમાં તેમણે આંત્રપ્રિન્યોર્સને ધ્યાનમાં રાખીને લીડરશિપ, મેન મેનેજમેન્ટ, વર્કિંગ કેપિટલ વગેરે અંગે કેટલીક મહત્વની વાતો કહી. તેમણે સ્મોલ એન્ડ મીડિયમ આંત્રપ્રિન્યોર્સને ધ્યાનમાં રાખીને કહ્યું કે, ‘બિઝનેસમાં કોઈ માલિક પૈસા નથી કમાતા, પ્રોડક્ટ પૈસા કમાવી આપે છે. તેથી પ્રોડક્ટ પર ધ્યાન આપો. પ્રોડક્ટની ડિમાન્ડ સપ્લાયરના ચેન્જ મેનેજમેન્ટને સ્ટ્રોંગ કરો. ઉપરાંત સૌથી વધારે ધ્યાન સેલ્સમાં આપવું જોઈએ. કેમ કે ત્યાંથી તમારી રેવન્યૂ જનરેટ થાય છે. તેમજ એકાઉન્ટ સ્ટ્રોંગ રાખવું જોઈએ, જો ઉધારી રાખશો તો વધતી જશે. તેથી જ્યારે પણ બિઝનેસ સ્ટાર્ટ કરો ત્યારે ત્રણ મહિનાનું વર્કિંગ કેપિટલ એકાઉન્ટ સેટ કરીને રાખો. જો તમે ઈન્વેસ્ટ કરેલા પૈસા 60 દિવસમાં મળે તો તમારે બિઝનેસ અંગે વિચાર કરવો જોઈએ.’ તેમણે જીએસટી અંગે કહ્યું કે, ‘જીએસટી એક ઓપોર્ચ્યુનિટી છે, જે આપણને નવા લેવલ સુધી લઈ જશે. જીએસટીને સમજવા માટે તેના ઈનવોઈસ કાઢી લેવા જોઈએ. અગાઉ જે કામો બ્લેકમાં થતા તે જીએસટીમાં હવે દેખાઈ જશે.’

Workshop for Entrepreneurs

અન્ય સમાચારો પણ છે...