• Gujarati News
  • National
  • આજ કાલ સાધુઓ પણ ભક્તોને ગ્રાહક તરીકે જુએ છે: ગુણવંત શાહ

આજ-કાલ સાધુઓ પણ ભક્તોને ગ્રાહક તરીકે જુએ છે: ગુણવંત શાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસંગે ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે, ‘સરદારસિંહ રાણા અને મેડમ ભીખાયજી કામાએ જ્યારે વિદેશમાં રહીને લડત ચલાવી ત્યારે તેમને ત્રણ અલગ અલગ ડીઝાઈનના ત્રિરંગા તૈયાર કર્યા હતા. જેમાંનો એક ત્રિરંગો પુનામાં છે જ્યારે બીજો અમારી પાસે છે અને ત્રીજો મેડમ કામા પાસે હતો. મેડમ કામાએ પોતાના હાથેથી સેવા ભરીને ત્રિરંગો તૈયાર કર્યો હતો. તેઓ 1933માં મુંબઈની હોસ્પિટલમાં ગુમનામ વ્યક્તિ તરીકે મૃત્યુ પામ્યા હતા. આઝાદીની જ્યોત જેને પ્રગટાવી હતી તેમની પણ આવી પરિસ્થિતિ હતી. સરદારસિંહ રાણા જ્યારે ઈંગ્લેન્ડમાં હતા ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માએ એક સ્કોલરશિપ જાહેર કરી હતી જ્યારે સરદારસિંહે તેમના તરફથી વાર્ષિક રૂ. બે હજાર જાહેર કરી હતી આવી ત્રણ સ્કોલરશિપ જાહેર કરી હતી. જેમાંથી સમયે હિન્દુસ્તાનમાંથી 60 સાંસદો ભણ્યા હતા. સરદાર સિંહ પર 2018માં હું વેબસાઈટ બનાવવા માગું છું. જેમાં તેમના પરનું મટિરિયલ અને તેમની સાથે જોડાએલા ડૉક્યુમેન્ટસ મુકવામાં આવશે.’

કાર્યક્રમમાં વિનોદ કિનારીવાલાના પરીવારજનો કોકિલાબેન અને કાનનબેનનું સન્માન કરાયુ હતું.

િસટી રિપોર્ટર | અમદાવાદ

‘સ્વરાજમળ્યાને આજે વર્ષો થયા પણ ભ્રષ્ટાચાર આજે પણ છે. કારણ કે દેશમાં જે પ્રશ્ન છે તે વૃત્તિનો છે, જે બદલાતી નથી. જો બદલાતી હોત તો હિન્દુસ્તાનનો ઈતિહાસ અલગ હોત. વૃત્તિ નથી બદલાતી ત્યાં સ્વરાજ ધર્મ તૂટે છે. શાહરુખ ખાનના કહેવાથી ફેર એન્ડ લવલી લગાવવાથી કાળો માણસ ગોરો નથી બની શકતો. તેથી વાત ગળે ઉતરે તેમ હોય તો તે માનવી. કારણ કે, પ્રકારની વાત તમારી સ્વતંત્રતા કે બુદ્ધિ ગીરવે મુકવા જેવી છે. આજે તો સાધુઓ પણ ભક્તોના ગ્રાહકો તરીકે જુએ છે.’ શબ્દો છે પદ્મશ્રી લેખક ગુણવંત શાહના. 1942માં થયેલી હિન્દ છોડો ચળવળના હિરક જયંતી અ‌વસરે ગુજરાત કોલેજમાં યોજાયેલા વીરાંજલી કાર્યક્રમમાં સ્વરાજ ધર્મ પર વ્યાખ્યાન આપતા તેમણે વાત કરી.

પ્રસંગે કોલેજના મેધાવી સ્ટુડન્ટ વીર વિનોદ કિનારીવાલાની સ્મૃતિઓને યાદ કરવામાં આવી હતી. પ્રોગ્રામમાં પદ્મશ્રી લેખક ગુણવંત શાહ ઉપરાંત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા અને કોલેજના પ્રિન્સિપાલ પી.આર. પટેલે પ્રાસંગીક ઉદબોધનો કર્યા હતા.

ગુણવંત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘એકવાર વિનોદ કિનારીવાલાની ખાંભીની આસ-પાસ એક વૃદ્ધ ચક્કર લગાવી રહ્યા હતા. એવામાં એક ફોટોગ્રાફરે જઈને તેમને કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે હું વિનોદ કિનારીવાલાના સાથે ભણતો હતો તેથી અહીં આવ્યો છું. આજે એવા ફોટોગ્રાફર્સ પણ નથી રહ્યાં જે વૃદ્ધના હાલ-ચાલ પુછે.’તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘પાંચ-દસ વર્ષમાં ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ જે નથી શીખવા મળતુ તે હું ‘મહાભારત’ અને ‘રામાયણ’ નામની યુનિવર્સિટીમાં શીખ્યો છું. કારણ કે, આજે પાંચ હજાર વર્ષ પછી પણ લોકોમાં તેના વિશેની સમજ છે.’

Tribute to Martyr

અન્ય સમાચારો પણ છે...