• Gujarati News
  • National
  • રામપુરા (ભંકોડા)| માંડલ વિરમગામ માર્ગ પર આવેલા ધાકડી જૈન તીર્થના મ.સા.ની

રામપુરા (ભંકોડા)| માંડલ-વિરમગામ માર્ગ પર આવેલા ધાકડી જૈન તીર્થના મ.સા.ની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)| માંડલ-વિરમગામ માર્ગ પર આવેલા ધાકડી જૈન તીર્થના મ.સા.ની 36 ઉપવાસની ઉગ્ર તપસ્યા નિમિત્તે અમદાવાદ ભીડ ભંજન જૈન સંઘ ગોદાવરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. માંડલ, વિરમગામ, રામપુરા જૈન સંઘના જૈન ભાઇબહેનો ઉપસ્થિત રહેશે.માંડલ- વિરમગામ માર્ગ પર આવેલા ધાકડી લબ્ધિધામ તીર્થના સ્થાપક આ.દેવ જયોતિ વીદુ લબ્ધિ સુરીશ્વર મ.સા.ના શિષ્ય રત્ન આ. શીલરત્ન સુરીશ્વર મ.સા.ના શિલ્પ રત્ન પરમ તપસ્વી મુનીરાજ ભવ્ય રત્ન મ.સા.એ 36 ઉપવાસની ઉગ્ર તપસ્યા કરી છે. તપસ્યા નિમિત્તે તા.13/8/17 ને રવિવારના રોજ ભીડ ભંજન જૈન સંઘ ગોદાવરી અમદાવાદમાં કાર્યક્રમો યોજાશે. શ્રાવણ વદ-4 ના રોજ અલગ- અલગ મંડળો દ્વારા તપો ભકિત, શ્રાવણ વદ-5 ના રોજ મુનિસ વૃત સ્વામી પુજન, શ્રાવણ વદ-6 ભવ્ય તપ યાત્રા, શ્રાવણ વદ-7 મારૂ શાસન ઉપર સંવેદના અને શ્રાવણ વદ-8 શેત્રુંજય મહા તીર્થની ભાવ યાત્રા, તપસ્વી મહારાજસાહેબનું પારણું તા.13/8/17 સવારે 9 કલાકે થશે. પ્રસંગે સંગીતકાર નિલેશ રાણાવતની ટીમ ઉપસ્થિત રહેશે. પ્રસંગે જૈન ભક્તો દર્શન કરવા ઉમટશે.

ધાકડી જૈન તીર્થના મ.સા.ની 36 ઉપવાસની ઉગ્ર તપસ્યા

અન્ય સમાચારો પણ છે...