• Gujarati News
  • National
  • બાવળાથી અમદાવાદ STના રૂટોમાં વધારો કરવા ઉગ્ર માગ

બાવળાથી અમદાવાદ STના રૂટોમાં વધારો કરવા ઉગ્ર માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાએસ.ટી. ડેપોમાંથી સવારે અને સાંજે અમદાવાદ આવવા-જવા માટેની એસ.ટી.ના રૂટો ખુબ ઓછા હોવાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાત વર્ગ અને પેસેન્જરોને ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. જેથી બાવળાથી અમદાવાદ વચ્ચેના ST બસોના રૂટો વધારવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જો રૂટો વધારવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.

બાવળા શહેર-તાલુકાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જવું પડે છે. મોટાભાગની ખરીદી કરવા પણ બાવળાના લોકો અમદાવાદ જાય છે. વેપારીઓ, નોકરીયાત વર્ગ પણ મોટી સંખ્યામાં અમદાવાદ જાય છે. સરખેજથી બાવળા વચ્ચે મોટો ઇન્ડસ્ટ્રીઝ ઝોન આવેલો છે જેથી અમદાવાદ સુધીના મોટી સંખ્યામાં પેસેન્જરો અપડાઉન કરે છે.

બાવળાથી અમદાવાદની STના બસોની સંખ્યા ખુબ ઓછી છે. ખાસ કરીને પીક અવર્સના સમયમાં 8 થી 10 વાગ્યા સુધીમાં પેસેન્જરોની સંખ્યા વધારે હોય છે. 3 બસોના પેસેન્જરો હોય છે ત્યારે માત્ર 1 બસ મુકવામાં આવે છે.

જેના કારણે બસમાં ચડવા માટે ધક્કા મુકી થાય છે અને ઘેટાં-બકરાની જેમ બસમાં જવું પડે છે. જેથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

અંગે પેસેન્જરો, વિદ્યાર્થીઓએ બાવળા ડેપો મેનેજરને અનેકવાર અમદાવાદ સુધીની ST બસોની ટ્રીપો વધારવા રજુઆત કરાઇ છે તેમજ બાવળા સર્વધર્મ એકતા સમિતી STના ડી.સી.ને પણ ફોનથી રજુઆત કરવામાં આવી છે. જો ટુંકસમયમાં ટ્રીપો વધારવામાં નહીં આવે તો પેસેન્જરો, વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે.

બસ ઓછી હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફર હેરાન

અન્ય સમાચારો પણ છે...