• Gujarati News
  • National
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર નુક્કડ નાટક ભજવાયું

અમદાવાદ રેલવે સ્ટેશન પર નુક્કડ નાટક ભજવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} તિબ્રવાલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસથી એઈસી ગ્રાઉન્ડ સુધી રેલી કાઢી હતી.

સિટી રિપોર્ટર @ahm_cb



નાર્કોટિક્સકંટ્રોલ બ્યૂરો દ્વારા શહેરના યંગસ્ટર્સમાં ડ્રગ્સના સેવનથી થતી આડઅસરો અંગે અવેર કરવા માટે ‘સે નો ટુ ડ્રગ્સ’કેમ્પેઈનો પ્રારંભ કરાયો છે. કાર્યક્રમ અંતગર્ત ગઈકાલે અમદાવાદ રેલવે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર એનસીબીના 15 જેટલા વોલિયન્ટ્રેસે ડ્રગ્સ વિષય પર 15 મિનિટનું નુક્કડ નાટક ભજવ્યું હતું. સાથે 70 જેટલા વોલિન્ટીયર્સે રેલવે પ્લેફોર્મ પર રેલી કાઢીને યાત્રિકોને ‘સે નો ટુ ડ્રગ્સ’ નો મેસેજ આપ્યો હતો. ઉપરાંત શહેરની તિબ્રવાલ કોમર્સ કોલેજના 300 વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસથી લઈને એઈસી ગ્રાઉન્ડ સુધીની અવેરનેસ રેલી કાઢી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ડ્રગ્સના વિવિધ પેઈન્ટિંગ અને સ્લોગનવાળા પોસ્ટર સાથે લોકોને ડ્રગ્સની આડઅસરો સમજાવી હતી. 300 વિદ્યાર્થીઓએ એઈસી ગ્રાઉન્ડમાં હ્યુમન લોગો પણ બનાવ્યો હતો. કેમ્પેઇન અંતર્ગત 9 જૂલાઈ સુધી યંગસ્ટર્સને ડ્રગ્સની આડ અસરોથી બચાવવા માટે વિવિધ એક્ટિવિટી કરવામાં આવશે. ઉપરાંત શહેરની વિવિધ કોલેજમાં જઈને વોલિન્ટીયર્સ દ્વારા ડ્રગ્સનું સેવન નહીં કરવાના શપથ પણ લેવડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...