એડ્વોકેટ્સ એક્ટના બિલમાં સુધારો સૂચવવા રાજ્યના વકીલો દિલ્હી જશે
મુલતવી રહેલું બિલ સુધારા સાથે ફરી રજૂ થવાની શક્યતા
કેન્દ્ર સરકારે તમામ બાર એસોસિયેશન પાસે સૂચનો મગાવ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે, તમામ સુધારા સાથેનું બિલ ફરીથી રજૂ થવાની શક્યતા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ભરત ભગત અને અનિલ કેલ્લાએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના પ્રપોઝડ એડ્વોકેટ્સ એક્ટનો વિરોધ થયા બાદ તેને કાયદા મંત્રાલય દ્વારા મુલતવી રાખવામાં આવ્યું હતું.
જો કે બિલને પુન: રજૂ કરવા માટે તેમાં સુધારા સૂચવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યભરના તમામ બાર એસોસિએશન પાસે સૂચનો મંગાવ્યા છે. જેમાં ધારાશાસ્ત્રીઓના કુટુંબના કલ્યાણ માટેની યોજના સહિતના સુધારા રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રપોઝડ બિલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેની રૂપરેખા પણ દરેક જિલ્લા બાર એસોસિએશનને મોકલી આપવામાં આવી છે. અને તા.2જી જૂન સુધી દરેક જિલ્લા બાર એસોસિએશન પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.
તમામ સૂચનો સાથે આગામી 9મી જુલાઇના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે યોજાનાર લો કમિશનના પ્રપોઝ બિલની ચર્ચામાં વિચારણા માટેની એક સંયુક્ત મિટિંગમાં હાજરી આપશે. જ્યાં સૂચનો રજૂ કરવામાં આવશે.