પૂજાપો અને પ્રસાદ પરનો GST દૂર કરવા વિહિપની માગણી
બેઠકમાં વીએચપીના સંયુક્ત મહામંત્રીએ કહ્યું, સુપ્રીમ કોર્ટે પણ એક ચુકાદામાં વાત જણાવી હતી. અલ્પસંખ્યક સમુદાય એટલે કે, ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકો હિંદુઓ અને બૌદ્ધો પર બર્બરતા-અત્યાચાર ગુજારે છે. માટે તેમને મળતા લાભો બંધ કરીને તેમને હિંદુ વિરોધી પ્રવૃત્તિઓ કરતા અટકાવવા જોઇએ.
કેન્દ્ર સરકાર જલદીથી સંસદમાં કાયદો લાવીને રામમંદિરનું નિર્માણ ચાલુ કરી દેવું જોઇએ. કેન્દ્ર સરકારે પાસે હવે માત્ર બે વર્ષ બાકી રહ્યા છે માટે રામમંદિર અને ગૌરક્ષા માટે કાનૂનનું અમલીકરણ નહીં કરાવે તો લોકોનો વિશ્વાસ તેમના પરથી ઊઠી જશે.
કેન્દ્ર સરકાર દ્વારા તિરૂપતિ જેવા મોટા મંદિરોના પ્રસાદ પર અને પૂજાપાની વસ્તુઓ પર જે જીએસટી લાગુ કર્યો છે. તેનાથી હિંદુ વિરોધી સરકાર તરીકેની છાપ ઊપસી આવી રહી છે. અંગ્રેજ સરકારે પણ ક્યારેય પ્રકારે ધાર્મિક બાબતો પર ટેક્સ લાગુ કર્યો નથી માટે આમ થયું તો લોકોમાં સરકાર વિરોધી વંટોળ પેદા થશે. માટે ઘણા સંતો-મહંતો અને સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત પણ કરી છે.
લઘુમતી પંચ અને લઘુમતી મંત્રાલય પણ બંધ કરવાનો મત