• Gujarati News
  • National
  • GST સામે CG આશ્રમ રોડ સહિતના કાપડ બજાર આજથી ત્રણ દિવસ બંધ

GST સામે CG-આશ્રમ રોડ સહિતના કાપડ બજાર આજથી ત્રણ દિવસ બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવાર, બુધવાર, અને ગુરુવાર ત્રણ દિવસ દરમિયાન ચાલનાર હળતાળમાં કાપડ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, એજન્ટ, કોન્ટ્રાક્ટર, એમ્બ્રોઈડરી, એસોસિએશન અને મહાજનો જોડાશે. કાપડના વેપારીઓ જીએસટી મુદ્દે દિલ્હી સરકારને રજૂઆત કરવા ગયા હતા પરંતુ સરકાર તરફથી કોઇ સહકાર મળતા વેપારીઓ અંતે હડતાળ પાડશે. અમદાવાદના 65 હજાર અને ગુજરાતના 3.50 લાખ કાપડના વેપારીઓ બંધ પાળશે. અમદાવાદ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે, જીએસટીના ચેરમેનને આવેદન પત્ર આપીને કાયદામાં સુધારા કરવા જણાવીશું. સીજી રોડ રિટેલ વેપારી એસોસિએશન ભરત અદાણીએ જણાવ્યું કે, કાપડ પર લદાયેલા જીએટીના વિરોધમાં શહેરના તમામ રિટેલ માર્કેટ ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાત ફર્નિચર એસોસિએશનના પ્રમુખ દિનેશ શેઠે જણાવ્યું કે, ફર્નિચર પર સરકારે 28 ટકા ટેક્સ લાદયો છે. ફર્નિચર જીવન જરૂરી વસ્તુઓમાં આવે છે છતાં સરકારે લક્ઝુરિયસમાં ગણીને તેના પર 28 ટકા ટેક્સ લાદયો છે. ટેક્સ ગ્રાહકોએ ભરવાનો હોવાથી ફર્નિચર મોઘું થશે જેથી જીએસટીના ફર્નિચર પર 28 ટકાના ટેક્સના વિરોધમાં સમગ્ર દેશના અને શહેરના હોલસેલ અને રિટેલ વેપારીઓ બંધ પાડીને જીએસટીનો વિરોધ કરશે.

GST પોર્ટલ બીજા દિવસે પણ ઠપ: વેપારીઓ પરેશાન

ગૂડ્ઝએન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં રજિસ્ટ્રેશન માટે પોર્ટલ ઠપ રહેતાં વેપારીઓને બીજા દિવસે પણ રજિસ્ટ્રેશનથી વંચિત રહેવું પડ્યું હતું. તા.25 જૂનથી જીએસટીમાં માઈગ્રેશન થઈ શકે તે માટે 3 મહિના માટે વેબસાઈટ શરૂ કરાઈ છે. વેબસાઈટ ચાલુ થાય છે પરંતુ ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકતા નથી. વેપારીઓ પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડિજિટલ સિગ્નેચર સહિતની વિગતો સિસ્ટમ સ્વીકારતું નથી. જેના કારણે ડેટા સેવ થતો નથી અને પરિણામે રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. આમ, વેપારીઓને બીજા દિવસે પણ જીએસટીએનમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહેવું પડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જીએસટી મુદ્દે 30 જૂને કોન્ટ્રાક્ટરોનું મહાસંમેલન

ગુજરાતકોન્ટ્રાક્ટર એસોસિએશન ઉપક્રમે મળેલ મિટિંગમાં જીએસટીના તથા વર્ષો જૂના કોન્ટ્રાક્ટરોના પડતર પ્રશ્નો અંગે ન્યાય મેળવવા માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અરવિંદ પટેલ જણાવ્યું હતું કે, આગામી કાર્યક્રમો નક્કી કરવા આખા ગુજરાતના કોન્ટ્રાક્ટરોનું મહાસંમેલન તા. 30 જૂન 2017ના રોજ અમદાવાદ મુકામે બોલાવવાનું ઠરાવવામાં આ‌વ્યું છે. સંમેલનમાં ભવિષ્યના કાર્યક્રમોની રણનીતિ નક્કી કરશે.

{ 27જૂન : સવારે12થી 5 ન્યૂ ક્લોથ માર્કેટમાં સમાજના અગ્રણીઓનું પ્રવચન

{ 28જૂન : જીએસટીચેરમેન પી.ડી. વાઘેલાને જીએસટી વિરોધ અંગે આવેદન પત્ર આપવામાં આવશે.

{ 29જૂન : જીએસટીનાવિરોધ કરતા બેનરો સાથે સિંધી માર્કેટથી આસ્ટોડિયા સુધી 5 કિમી લાંબી માનવ સાંકળ બનાવશે.

29મીએ 5 કિમી લાંબી માનવ સાંકળ બનાવી વિરોધ

અમદાવાદના 65 હજાર અને રાજ્યના 3.50 લાખ કાપડ વેપારી બંધમાં જોડાશે

કાપડ પર 5 ટકા અને ફર્નિચર પર 28 ટકા ટેક્સનો ઉગ્ર વિરોધ

અન્ય સમાચારો પણ છે...