• Gujarati News
  • National
  • ઇન્ટર્નશિપ થતાં ટાઇપોગ્રાફી કોર્સ કર્યો

ઇન્ટર્નશિપ થતાં ટાઇપોગ્રાફી કોર્સ કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NIDના વિદ્યાર્થીએ એમેઝોન અને ગૂગલ માટે ભારતીય ફોન્ટ બનાવ્યા

ચેનલો અને MNC માટે ફોન્ટ ડિઝાઇન કર્યા છે

ગૂગલસર્ચ એન્જિનમાં ભારતીય ભાષામાં ખાંખાંખોળા કરવાની સગવડનો પાયો અમદાવાદમાં નખાયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માંથી ટાઇપોગ્રાફી ફૅકલ્ટીમાં પાસ થયેલા રાજસ્થાનના સત્ય રાજપુરોહિતે ઇન્ટરનેટ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને સોશિયલ સાઇટ્સ પરનો અંગ્રેજી સહિતની વિદેશી ભાષાનો ઇજારો તોડ્યો. ફિલ્ડમાં આંત્રપ્રિન્યોર થયેલા સત્યે વર્ષ 2008થી અત્યાર સુધીમાં 20થી વધુ હિન્દી ચેનલ, એપલ, સેમસંગ, એમેઝોન માટે ભારતીય ફોન્ટ ડિઝાઇન કર્યા છે.

ફાઇન આર્ટમાં રસ હતો પણ પિતાની ઇચ્છા તેમને ડૉક્ટર બનાવવાની હતી. દબાણવશ 2 વર્ષ તબીબી અભ્યાસ કર્યો પણ આખરે ફાઇન આર્ટની વાટ પકડી લીધી. સત્ય કહે છે, ‘વર્ષ 2004માં એનઆઇડીમાં ગ્રાફિક ડિઝાઇનમાં પ્રવેશ લીધો. ત્રીજા વર્ષે ઇન્ટર્નશિપ માટે એક મોટા સ્ટુડિયો સાથે પ્રોજેક્ટ કરવાનો હતો પરંતુ યુએસની એક-બે કંપનીમાં જગ્યાના અભાવે ઇન્ટર્નશિપ ક્લિયર થઈ. વખતે મારી પાસે બીજો વિકલ્પ ટાઇપોગ્રાફી કોર્સનો હતો. જર્મનીની કંપની ‘લાયનો ટાઇસ’ને ભારતીય ભાષા આવડતી હોય, ગ્રાફિક ડિઝાઇનની જાણકાર હોય અને ફોન્ટમાં રસ ધરાવતી વ્યક્તિની જરૂર હતી. તેમાં મારી પસંદગી થઈ.’ ઇન્ટર્નશિપ દરમિયાન પીટર બિલાક સાથે સત્યની મુલાકાત થઈ. તેમની માટે હિન્દી ફોન્ટ બનાવવાનો પ્રોજેક્ટ કર્યો. દરમિયાન વર્ષ 2008માં એનઆઈડીમાંથી સત્ય પાસઆઉટ થયા.

પીટર બિલાક અને સત્યે ભાગીદારીમાં ‘ઇન્ડિયન ફોન્ટ ફાઉન્ડરી’ કંપની શરૂ કરી છે.

સત્ય પુરોહિત