બાઈક રોકીને છરીની અણીએ લૂંટ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાડજ સર્કલ ઉપર પોલીસ તરીકે ઓળખાણ આપી બાઈકસવારને લૂંટી લીધો

યુવાનનું ATM કાર્ડ લઇ જઇ ફોન ઉપર પાસવર્ડ જાણી લઇ 20 હજાર ઉપાડી લીધા

આટલું નહીં 2 લુટારુ તેમનું એટીએમ કાર્ડ લઇને ગયા હતા અને એટીએમ સેન્ટરમાં જઇ ફોન કરીને પાસવર્ડ જાણી લઇ ATMમાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા હતા. લગભગ 3 કલાક સુધી તેમને બંધક બનાવી રાખ્યા બાદ લુટારુઓએ છોડ્યા હતા.

કડીમાં રહેતા રોનકભાઇ શુક્રવારે સાંજે ધરણીધર તેમના મિત્ર રૂપેશના ઘરે ગયા હતા. ત્યાંથી રોનકભાઇ બોપલ સર્કલ થઇને એસપી રિંગ રોડ પર શીલજ થઇને 11 વાગ્યે ભાડજ સર્કલ પહોંચ્યા હતા.

ત્યારે ખાખી ડ્રેસ પહેરીને એક પુરુષ ઊભો હતો તેણે ઊભા રહેવા ઈશારો કરતા રોનકભાઇએ બાઈક ઊભું રાખ્યું હતું. રોનકભાઇએ બાઈક રોકતાની સાથે અન્ય 3 માણસો આવી ગયા હતા અને તે ચારેય જણાંએ રોનકભાઇનું બાઈક બંધ કરી દઇ ચાવી લઇ લીધી હતી અને છરીની અણીએ રોનકભાઇને ઝાડીમાં લઇ જઈને રોનકભાઇનો સોનાનો દોરો અને ચાંદીની વીંટી(કિંમત 20-40 હજાર)ની લૂંટી લીધા હતા. તે પછી લુટારુઓએ રોનકભાઇનું પાકીટ લઈને તેમાંથી ATM કાર્ડ કાઢીને તે કાર્ડ અને રોનકભાઇનું બાઈક લઇને બે લુટારુ એટીએમ સેન્ટરમાં ગયા હતા અને ત્યાંથી તેમના સાગરીતને ફોન કરી રોનકભાઇના ATMનો પાસવર્ડ જાણી લઇ બે ટ્રાન્ઝેક્શનમાં 20 હજાર ઉપાડીને પાછા આવીને રોનકભાઇને બાઈક અને એટીએમ કાર્ડ પાછું આપી ચારેય લુટારુ ભાગી ગયા હતા જેથી રોનકભાઇએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...