• Gujarati News
  • National
  • લક્ષ્મીગૃહે જગતના નાથને મેઘરાજાએ ભીંજવ્યા

લક્ષ્મીગૃહે જગતના નાથને મેઘરાજાએ ભીંજવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમેર જયરણછોડનો નાદ

ભગવાનજગન્નાથજીના મોસાળ સરસપુરમાં 1 લાખ ભક્તજનોએ ભોજનનો લહાવો લીધો હતો. ભક્તજનો સરસપુરની વિવિધ 13 પોળમાં મોહનથાળ, બુંદી, પૂરી, બટાકાનું શાક, ફૂલવડી, ખીચડી, મરચાં અને છાસ ઉત્સાહભેર જમ્યા હતાં. બપોરે 12.44 વાગે ભગવાન જગન્નાથજી. સુભદ્રાજી અને બળદેવજી મોસાળમાં આવ્યા ત્યારે તેમને લાખો લોકોએ હર્ષભેર વધાવી લીધા હતાં. ઢોલ-નગારાના તાલે વાજતે ગાજતે મોસાળિયાઓએ પરંપરા મુજબ ભાણી-ભાણિયાઓનું શાસ્ત્રોકત વિધિ કરી મોસાળુ કર્યું હતું. જેમાં સોનાના ગીલેટવાળા 3 ચંદનહાર, ચાંદીની પાયલ, ચેઇન, વીંટી, બુટ્ટી, નથણી, બેન સુભદ્રાજીને સાડી, પાર્વતી શણગાર તેમજ મલમલી ધોતી-ઝભ્ભા સહિતના વસ્ત્રો અને વાઘા અર્પણ કરાયા હતાં.

સોનાની સાવરણી |મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિમાં ભગવાન સમક્ષ સોનાની સાવરણીથી કચરો વાળવાની પરંપરા છે. સોનાની સાવરણી પાટણના એક ભક્તે ભેટમાં આપી હતી. વખતે ભગવાનની ત્રણેય પ્રતિમાને ચાંદીના નવા મુગટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

5700

કિલોપૂરી ભક્તો માટે બનાવાઈ

4400

કિલોબટાકાનું શાક બનાવાયું

2880

કિલોમોહનથાળ તૈયાર કરાયો

2360

કિલોફૂલવડી પણ બનાવાઈ

100

કિલોમરચાંનો ઉપયોગ થયો

3100

કિલોબુંદીનો પ્રસાદ બન્યો

250

કિલોખીચડી ભક્તોઅે ખાધી

25000

લિટરછાશ પીરસાઈ

13 વર્ષની ઉંમરે રથયાત્રા જોવા ગયો હતો. ત્યારે ભગવાનને મોસાળુ અર્પણ કરાતા દ્રશ્યો જોઇ મેં સંકલ્પ કરેલો કે એક દિવસ હું પણ ભગવાન જગન્નાથને મોસાળુ કરીશ. સંકલ્પ આજે પૂરો થયો છે. ભગવાને મને તક આપી મારા જીવનને ધન્ય બનાવી દીધું છે. તેવું મોસાળુ કરનાર 55 વર્ષીય બાલુભાઇ શર્માએ જણાવ્યું હતું. વર્ષો બાદ કોઇ સ્થાનિકને મોસાળાનો લહાવો મળ્યો હતો. બાલુભાઇ શર્માએ 1998માં મામેરા માટે અરજી કરી હતી. અને રણછોડજી મંદિર દ્વારા કરાતા ડ્રો માં વર્ષે તેમનું નામ નીકળ્યું હતું. પ્રસંગે મારા પિતા હયાત નથી પરંતુ મારા 80 વર્ષીય માતા હયાત છે અને એમની હાજરીમાં મામેરાના પ્રસંગ આનંદથી અમે ઊજવ્યો છે.

13 વર્ષની વયે મોસાળુ કરવાનો સંકલ્પ કર્યો, 55 વર્ષે પૂરો થયો

ભગવાનના મોસાળ સરસપુરમાં 2 લાખ ભક્તોએ ભોજનનો લહાવો માણ્યો

અન્ય સમાચારો પણ છે...